________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮]
શ્રી અનુભવ પ્રકાશ સમયમાં સમ્યગ્દર્શન પામે તો આમ કેમ? એવો પ્રશ્ન જ્ઞાનમાં નથી. તેતે પ્રકારનો શયનો સ્વભાવ છે. તેને જ્ઞાન જાણે છે. આમ ભૂત, વર્તમાન ને ભવિષ્યની પર્યાય તે જ્ઞાનનો વિષય છે.
પ્રથમ પોતાની વાત કરી હતી, પછી પર પદાર્થોની વાત કરી. જીવ તથા અજીવ દ્રવ્ય ને તેની સાત પર્યાયો-એમ ત્રણે કાળના નવ પદાર્થોને જેમ છે તેમ જ્ઞાન જાણે છે. અજીવ પદાર્થને જ્ઞાન જાણે. અજીવથી રાગ થાય એમ માને તો નવપદાર્થ રહેતા નથી. કર્મ અજીવ છે, રાગ અથવા પુણ્ય-પાપ વિકાર છે. આમાં ચૈતન્યમૂર્તિ છે, સંવર, નિર્જરા ને મોક્ષ એકસમયની નિર્વિકારી પર્યાય છે-એમ જાણવું જોઈએ. વ્યવહારરત્નત્રયથી સંવર માને તો નવને માન્યા નહિ. પુણ્ય તો વિકારતત્ત્વ છે. વિકારના કારણે સંવર માને તો વિકારે સંવરનું કાર્ય કર્યું ને એમ થતાં સંવર અને પુણ્યતત્ત્વ બન્ને ઊડી જાય છે. આત્માથી શરીર ચાલે છે એમ જે માને છે તે નવને માનતો નથી. શરીર જડ છે ને તે સ્વતંત્રપણે ચાલે છે એમ માને તો અજીવતત્ત્વને માન્યું કહેવાય. જીવની ઈચ્છાથી શરીર ચાલે એમ માને તો નવતત્ત્વ રહેતાં નથી.
કારણપરમાત્મા-શુદ્ધકારણજીવ તે જીવ પદાર્થ છે, કર્મ અને શરીરાદિ અજીવ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર્યાય પ્રગટે તે સંવરતત્ત્વ છે, શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે, દયા-દાનાદિ ભાવ પુણ્ય છે, હિંસા-જૂઠાદિ તે પાપભાવ છે, બન્ને આસ્રવ ને બંધ છે, સર્વથા બંધરહિત થવું તે મોક્ષ છે. નવે પદાર્થ સ્વતંત્ર છે-આમ જ્ઞાન જાણે.
કર્મ અજીવ છે, તેનાથી રાગ થયો માને તો નવ તત્ત્વ રહેતાં નથી. તેનું જ્ઞાન મિથ્યા છે તેમ જ તેણે શેયને પણ યથાર્થ માન્યાં નથી. અહીં તો નવે તત્ત્વો છે એમ સાબિત કરવું છે. સંવરપર્યાય જીવદ્રવ્યમાંથી આવ્યો છે એમ પણ અહીં કહેવું નથી. જીવ અને સંવરને અહીં જુદાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com