________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨]
[ શ્રી અનુભવ પ્રકાશ પ્રશ્ન- જ્ઞાન હેય-ઉપાદેય કરે છે ને?
સમાધાન: ચારિત્રની અપેક્ષાએ એ ઉપચાર આવે છે. જ્ઞાન તો માત્ર બધાને જાણે છે. પરને જાણવું એમ કહેવું તે વ્યવહાર છે, કારણ કે પરમાં તન્મય થયા વિના જાણે છે.
આ સર્વજ્ઞ છે માટે આદરણીય છે-એમ માને તો પરને લીધે રાગ માન્યો તે ભૂલ છે. જ્ઞાની તો માત્ર જાણે છે, પણ હજી પૂર્ણ વીતરાગ નથી. માટે ચારિત્રદોષના કારણે વિકલ્પ ઊઠે છે. વળી જ્ઞાને જાયું માટે વિકલ્પ ઊઠયો એમ પણ નથી. પ્રતિમાને લીધે રાગ થતો નથી, વળી જાણવાને લીધે રાગ થતો હોય, અથવા જ્ઞયોને લીધે રાગ થતો હોય તો કેવળીને રાગ થવો જોઈએ, પણ એમ બનતું નથી. સાધક જીવને રાગની ભૂમિકા હોવાથી વિકલ્પ ઊઠે છે, પણ પરને આદરણીય માનીને તે વિકલ્પ ઊઠતો નથી. જ્ઞાનીને તે કાળે ચારિત્રગુણની નબળાઈના કારણે રાગ થાય છે, તેને જ્ઞાન જાણે છે. અનંતા પદાર્થોને કેવળી ભગવાન જાણે છે, પણ તેમને રાગ થતો નથી, કારણ કે તેઓ વીતરાગ છે. રાગી જીવને રાગ થાય છે. યોને લીધે રાગ નથી, જ્ઞાનને લીધે રાગ નથી ને રાગને લીધે શેયનું જ્ઞાન નથી. આમ જાણવું જોઈએ.
આત્માને ધર્મ કેમ થાય ? જ્ઞાનમાં એકાગ્રતા થવી તે અનુભવ છે. આત્માના જ્ઞાનસ્વભાવમાં વર્તમાન પર્યાય એકત્વ થાય તે ધર્મ છે. રાગ સાથે એકત્વ થાય તે અધર્મ છે. આ નિયમ ફરે તેવો નથી. ત્રિકાળી શક્તિવાનની સત્તા તે દ્રવ્ય છે, શક્તિસત્તા તે ગુણ છે ને પર્યાયસત્તા-આમ ત્રણ પ્રકારે વસ્તુ હોઈ શકે. જ્ઞાનમાં ત્રણે જણાવા લાયક છે. દીક્ષા લીધા પછી ઋષભદેવ ભગવાનને હજાર વરસે કેવળજ્ઞાન થયું, ભરતને અંતર્મુહૂર્ત કેવળજ્ઞાન થયું એમ જ્ઞાન જાણે છે. અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય તે સારું અને હજાર વરસે કેવળજ્ઞાન થાય તે ઠીક નહિ એવું જ્ઞયસ્વભાવમાં નથી, તેમ જ જ્ઞાનસ્વભાવમાં નથી. જે પર્યાય જેવો હોય તેમ જ્ઞાન જાણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com