________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮]
શ્રી અનુભવ પ્રકાશ -એવું શેયમાં નથી. જેમ છે તેમ છે, એ રીતે મહાસત્તારૂપે શેયને જાણવાની તાકાત જ્ઞાનની છે. અવાંતરસત્તા એટલે સ્વરૂપ સત્તા, વિશેષસત્તા, પટાભેદરૂપસત્તા, મહાસત્તા–તે મહાસત્તારૂપ છે ને અવાંતર સત્તારૂપે નથી. તે અપેક્ષાએ સત્ત્વ-અસત્વરૂપ સત્તા છે. ત્રિલક્ષણ= દરેક પદાર્થમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, તે મહાસત્તા
અપેક્ષાએ છે. સર્વવિશ્વની સત્તા તેમાં સમાઈ જાય છે. અત્રિલક્ષણ= પટાભેદ અપેક્ષાએ એકેક લક્ષણવાળી છે. સર્વ
દ્રવ્યની ઉત્પાદસત્તા જોઈએ તો સર્વ ઉત્પાદલક્ષણવાળાં છે, સર્વ દ્રવ્યની વ્યયસત્તા જોઈએ તો સર્વ
વ્યયલક્ષણવાળાં છે. આમાં વીતરાગતા જ આવે છે. કોઈને કેવળજ્ઞાનપર્યાયનો ઉત્પાદ હો, કોઈ કરોડપૂર્વ ચારિત્ર પાળી મિથ્યાત્વી થયો તેને મિથ્યાત્વનો ઉત્પાદ હો, કોઈને નિગોદદશાપણે ઉત્પાદ હો, કોઈને સિદ્ધ દશારૂપે ઉત્પાદ હો, કોઈને સમ્યગ્દર્શનપણે ઉત્પાદ હો, કોઈને મિથ્યાત્વપણે ઉત્પાદ હો, પણ એ બધાને ઉત્પાદરૂપ એકલક્ષણથી સમાનપણું છે.
- છયે દ્રવ્યની ઉત્પાદપર્યાયને લક્ષમાં લ્યો તો બધાના ગમે તે પ્રકાર હો પણ ઉત્પાદ લક્ષણે બધા સરખાં છે. તેમ છે” પણું જોવામાં વીતરાગતા છે કેમકે તેમાં શુદ્ધ-અશુદ્ધ, નાનું-મોટું કોઈ ભેદ જોવાની વાત નથી.
કોઈને ક્ષયોપશમ પર્યાયનો વ્યય, કોઈને મિથ્યાત્વ પર્યાયનો વ્યય, કોઈને સમ્યગ્દર્શનપર્યાયનો વ્યય, વળી પુગલમાં સુગંધ પર્યાય અથવા દુર્ગધપર્યાયનો વ્યય. વિશ્વમાત્રની બધી વ્યયપર્યાયનું એક વ્યયલક્ષણમાં સમાઈ જવા અપેક્ષાએ સમાનપણું છે. સામાન્ય મહાસત્તાપણે દેખો કે વિશેષ અવાંતરસત્તાપણે દેખો-વિષમતા જોવાની વાત નથી.
જ્ઞાન શેયને જાણે છે, એકલો જ્ઞાતામાત્ર વીતરાગભાવ ઊભો રાખે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com