SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહા સુદ ૮, ગુરુ ૨૨-૧-૫૩ પ્ર. -૪૭ આત્માના આનંદનો અનુભવ કેમ પ્રગટે તેની આ વાત છે. જો દરેક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેની સ્વતંત્રતા સ્વીકારે તો દ્રવ્યની દષ્ટિ કરીને, પર્યાયબુદ્ધિ છોડીને અનુભવ થાય. પર્યાય અવસ્થા ન હોય તો વસ્તુને પરિણમાવે કોણ ? કોઈ દ્રવ્યમાં બીજા દ્રવ્યને પલટાવવાની તાકાત નથી. દ્રવ્ય-ગુણ સત્ છે ને એકેક સમયની પર્યાય પણ સત્ છે. પર્યાય એકેક સમયની છે, માટે તેને સત્ ન કહેવાય-એમ નથી. દ્રવ્યગુણ-પર્યાય ત્રણે સત્ છે-એ વાત પ્રવચનસારમાં કરી છે. નિમિત્તથી પરિણમન થાય-એ વાત રહેતી નથી, કેમ વસ્તુમાં પર્યાય પણ સત્ છે, પર્યાયધર્મ વગર વસ્તુમાં ઉત્પાદવ્યય સિદ્ધ ન થાય. “ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્” એટલે નવી પર્યાયનો ઉત્પાદ, જૂની પર્યાયનો વ્યય અને વસ્તુપર્ણ ધ્રુવતા-એ ત્રણે થઈને સત્ છે. જો પર્યાય ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવની સિદ્ધિ જ ન થાય અને એક સમયમાં પગુણાનિવૃદ્ધિ પણ ન થાય. ૧. અનંતગુણવૃદ્ધિ ૨. અસંખ્યગુણવૃદ્ધિ ૩. સંખ્યાતગુણવૃદ્ધિ ૪. સંખ્યાતભાગવૃદ્ધિ ૫. અસંખ્યાતભાગવૃદ્ધિ ૬. અનંતભાગવૃદ્ધિ –એ પ્રમાણે પગુણવૃદ્ધિહાનિ પર્યાય વગર થઈ શકે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧. અનંતગુણાનિ ૨. અસંખ્યગુણહાનિ ૩. સંખ્યાતગુણાનિ ૪. સંખ્યાતભાગહાનિ ૫. અસંખ્યાતભાગહાનિ ૬. અનંતભાગહાનિ
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy