________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૬]
[૨૯૩ છે. અવ = નિશ્ચયપણે, સ્થ = ટકવું; જે સમયની જે પર્યાય છે તે નિશ્ચિત જ છે, દ્રવ્ય તે સમયે નિશ્ચયથી તે અવસ્થાપણે પરિણમવાનું છે. એવો તેનો અવસ્થાધર્મ છે, તે જ્ઞય છે, અને આત્માનો તેને જાણવાનો સ્વભાવ છે. તેને બદલે આડું-અવળું કરવાનું જે માને તેણે જ્ઞાનનો અનાદર કર્યો, અનંત ગુણોનો અનાદર કર્યો, યોનો અનાદર કર્યો, તે મિથ્યાદષ્ટિ થઈને અનંત સંસારમાં રખડે છે. આત્માના રાગથી શરીર ચાલતું નથી ને શરીર ચાલવાને કારણે રાગ થતો નથી. સૌ પોતપોતાની અવસ્થામાં પરિણમે છે. નિમિત્ત આવ્યું માટે તે અવસ્થા થઈ એમ નથી. ભગવાન ! તારે શાંતિ જોઈતી હોય તો જ્ઞયોને જેમ છે તેમ જાણ! વિપરીતપણે જાણે તેને શાંતિ થાય નહિ; યથાર્થ પદાર્થને જે જાણે તેને સમ્યજ્ઞાન થઈને શાંતિ પ્રગટયા વિના રહે નહીં. અહો ! એક સિદ્ધાંતમાં તો ત્રણકાળ-ત્રણલોકના પદાર્થોનું પુથક્કરણ કરી નાખ્યું. પદાર્થમાં પર્યાયધર્મ ન હોય તો તે પરિણમે ક્યાંથી ? દરેક પદાર્થ પોતાના પર્યાયધર્મથી જ પરિણમે છે, તે જ્ઞાનનું જ્ઞય છે. બીજાના કારણે પદાર્થ પરિણમે એમ માને તે મૂઢ છે. માટે પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ છે –એવું જ્ઞય છે. લાકડી ઊંચી થઈ તે તેના પર્યાયધર્મથી થઈ છે, હાથને લીધે કે રાગને લીધે કે જીવને લીધે થઈ નથી, જે તેને લીધે થઈ હોય તો આકાશ કેમ ઊંચું નથી થતું? કેમકે તેનામાં તેવો પર્યાયધર્મ નથી. માટે સૌ પોતપોતાના પર્યાયધર્મથી જ પરિણમે છે. આવી વસ્તુસ્વરૂપની મર્યાદા છે. આવું વસ્તુસ્વરૂપ જાણવું તે સમ્યજ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com