________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦]
[ શ્રી અનુભવ પ્રકાશ રાગપર્યાયને પણ જાણે છે; પણ રાગને કરું કે છોડું-એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન તો જાણનાર જ છે, આવી પ્રતીત કરે તેને ભેદજ્ઞાન થઈને આત્માનો અનુભવ થાય. અહીં ત્રિકાળી દ્રવ્યને દ્રવ્યઅવસ્થા ’ કહેલ છે, કેમકે દ્રવ્ય પણ ત્રિકાળ દ્રવ્યરૂપે અવસ્થિત રહે છે, તેથી તેને પણ અવસ્થા કહેવાય છે. વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેને અહીં અવસ્થા કહી છે.
દ્રવ્યનું દ્રવ્યપણે ટકી રહેવું, ગુણનું ગુણપણે ટકી રહેવું ને દરેક અવસ્થાનું પોતપોતાપણે રહેવું-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેય જ્ઞાનનાં શૈયો છે, પણ ત્યાં જ્ઞાનને લીધે જ્ઞેય નથી ને શેયને લીધે જ્ઞાન નથી. આમ જાણે તો પરશેયનો સ્વામી ન થાય ને સ્વજ્ઞેયનો સ્વામી રહીને ધર્મ કરે.
વસ્તુ છે, જે વસ્તુ છે તે સ્વયંસિદ્ધ છે, તેનામાં શેય થવાનો ધર્મ છે ને આત્મામાં જાણવાનો ધર્મ છે. જો તેને બદલે પર સાથે કર્તાકર્મપણું માને તો તેને અધર્મ અને મિથ્યાત્વ થાય છે. આત્મા સિવાય શરીર, લક્ષ્મી વગેરે જડ પદોર્થો છે. તે જ્ઞાનનું જ્ઞેય છે. પણ તે પદાર્થોમાં આત્માનું સુખ નથી. તે પદાર્થો મને સુખરૂપ છે કે મને દુઃખરૂપ છે એમ માને તો તે ભ્રમણા છે. પરદ્રવ્યમાં એવી શક્તિ નથી કે આ આત્માને તેઓ સુખ-દુઃખ આપે. હા, જ્ઞાનનું જ્ઞેય થવાની તેમની તાકાત છે. આમ સમજતાં જ્ઞાન તટસ્થ રહી ગયું ને પરમાં ઇષ્ટ-અનિષ્ટપણાની માન્યતા ન રહી-એટલે વીતરાગભાવરૂપ શાંતિ રહી. એનું નામ ધર્મ અને એનું નામ સુખ છે.
લાકડું ઊંચું થયું તે તેના પરમાણુઓનો પર્યાયધર્મ છે. તે હાથને લીધે ઊંચું થયું નથી, તેમ જ જ્ઞાનને લીધે કે રાગને લીધે પણ થતું નથી. જ્ઞાનનો તેને જાણવાનો ધર્મ છે-ત્યાં એમ માને કે મારે લીધે આ લાકડું ઊંચું થયું-તો તે મિથ્યાદષ્ટિ છે, તેને ૫૨થી ભિન્ન પડીને જ્ઞાનસ્વરૂપનો અનુભવ થતો નથી.
આત્માના અનંત ગુણોમાં જ્ઞાનગુણની પ્રધાનતા છે. તે જ્ઞાન સમસ્ત પદાર્થોનો નિર્ણય કરવાના સ્વભાવવાળું છે ને પદાર્થો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com