________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૬ ]
[૨૨૩
થાય એ અનેકાંત છે. એમ બન્ને વસ્તુ સાબિત કરે છે.
છે.
આત્મા દ્રવ્યે શુદ્ધ છે તે ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ કહેવાય
આત્મા અશુદ્ધ છે, તે પર્યાય અપેક્ષાએ કહેવાય છે.
આવી રીતે અનેકાંત કહેનાર સ્યાદ્વાદ યથાર્થ પદાર્થની સાધના
કરે છે.
(૩૨ ) “ ભલી ભાવના સાધક છે ને વિશુદ્ધ જ્ઞાનકળા સાધ્ય છે.” ભલી ભાવના એટલે ભેદવજ્ઞાનથી હું જ્ઞાનાનંદ છું, હું દ્રષ્ટા છું, ત્રિકાળી જ્ઞાનકળા પ્રગટ કરવાને હું સાધન છું-એમ નક્કી કરે તો તેમાંથી વિશુદ્ધ જ્ઞાનકળા પ્રગટે છે.
(૩૩) “વિશુદ્ધ જ્ઞાનકળા સાધક છે ને નિજ પરમાત્મા સાધ્ય
છે.’
વિશુદ્ધ-નિર્મળ ચૈતન્યમૂર્તિ હું છું, શરીર પર છે ને વિકાર કૃત્રિમ છે એવો વિશુદ્ધ જ્ઞાનકળાભાવ સાધક છે ને નિજપરમાત્મા સાધ્ય છે.
૫૨વસ્તુનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી. કાં તો આત્માના ભાન વિના ભ્રાંતિ તથા રાગદ્વેષને ગ્રહે અથવા આત્માના ભાન દ્વારા ભ્રાંતિ, રાગદ્વેષને ત્યાગે. એ સિવાય બીજું કાંઈ કરી શકે નહિ. આત્માનું ભાન કરી જે ભલી ભાવના-વિશુદ્ધજ્ઞાનકળા પ્રગટ થઈ તે સાધન ને પરમાત્મા સાધ્ય છે.
(6
(૩૪) “વિવેક સાધક છે ને કાર્ય સાધ્ય છે.” નિમિત્તથી ને રાગથી હું જાદો છું, અવિનાશી જ્ઞાનાનંદથી એકમેક છું તે વિવેકજ્ઞાન છે. શરીર, મન, વાણી મારાં નથી. એમ પરથી ભેદજ્ઞાન કરવું તે સાધક છે ને કાર્યદશા પ્રગટે તે સાધ્ય છે.
66
‘ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય; ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.'
,,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com