________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨]
[ શ્રી અનુભવ પ્રકાશ મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી પણ નિમિત્ત ગણી રૂઢિથી ઉપચારથી ધર્મ કહેવાય છે.
(૨૯) “અવિચાર પ્રતીતિરૂપ સાધક છે ને અનાકુળભાવ સાધ્ય છે.” પોતે સ્વવિચાર પ્રતીતિ કરે છે. આત્મા અનંત-આનંદ ને વિચાર જ્ઞાનની મૂર્તિ છે, એવા સ્વભાવનો વિચાર કરવો. આત્મા જ્ઞાનની મૂર્તિ છે, શુદ્ધજ છે. નિર્મળાનંદ છે. આત્માના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન ને સ્થિરતાનો વિચાર સાધક છે ને તેનું ફળ અનાકુળભાવ છે. તેનું ફળ રાજ્ય કે દેવપદ કે તીર્થંકરપદ નથી.
(૩૦) “સમાધિ સાધક છે, નિજ શુદ્ધ સ્વરૂપ સાધ્ય છે.” આધિ = સંકલ્પ-વિકલ્પ, વ્યાધિ = શરીરના રોગ, ઉપાધિ = સંયોગએમ ત્રણેનું લક્ષ છોડી જ્ઞાનસ્વભાવમાં સમતાભાવ કરવો તે સમાધિ છે. તે સમાધિ સાધક છે ને તેના ફળમાં નિજ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. લાલ-પીળા દેખાય તે સમાધિ નથી. પોતાની નિર્મળતા સાથે અખંડ આનંદનું વેદના થાય તે સમાધિનું ફળ છે.
(૩૧) “સ્યાદ્વાદ સાધક છે ને યથાર્થ પદાર્થની સાધના સાધ્ય છે.” અપેક્ષાએ જાણવું તે સાધક છે. આત્મા વસ્તુએ નિત્ય છે ને પર્યાયે અનિત્ય છે. વસ્તુ એક છે ને ગુણો અનંત છે. વસ્તુએ સામાન્ય છે ને પર્યાયે વિશેષ છે-એમ સ્યાદ્વાદથી વસ્તુ સિદ્ધ કરવી. સ્યાદ્વાદનો અર્થ અહીં એકલી વાણીની વાત નથી. સંસારમાં અમુક ગુણની પર્યાય અશુદ્ધ છે પણ શક્તિ શુદ્ધ છે. સ્યાદ્વાદ વસ્તુ સાબિત કરવા માટે સાધન છે; તેથી વીતરાગતા સિદ્ધ થાય છે. રાગમાં કર્મ નથી, કર્મમાં રાગ નથી. એક સમયના રાગમાં આખો આત્મા આવી જતો નથી, રાગ મૂળ સ્વભાવમાં આવી જતો નથી, એમ યથાર્થ પદાર્થ નક્કી કરવો તે ફળ છે ને તેથી વીતરાગતા પ્રાપ્ત થાય છે.
કોઈ વખતે પરથી લાભ થાય ને કોઈ વખતે સ્વથી લાભ થાય એ સ્યાદાદ નથી. પોતાથી લાભ થાય ને પરથી લાભ ના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com