________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૫]
[૨૧૫ શરીર, મન, વાણી તેના કારણે આવશે ને જશે, રાગ તેના કાળે થશે; જો સાધક થવું હોય તો અનંતા ગુણોનો વિશ્વાસ કર.
એક સત્તાગુણ છે તે પણ સાધુ છે, તે દ્રવ્યની સત્તા, ગુણની સત્તા ને પર્યાયની સત્તાને સાધે છે માટે સત્તા સાધુ છે. જીવે પોતાનો વિશ્વાસ કર્યો નથી. સત્તા દ્રવ્ય, ગુણ, પર્યાયને સાધે છે, માટે સાધુ સત્તા વિકારને જીતે છે માટે યતિ છે. દ્રવ્યની ઋદ્ધિ, ગુણની ઋદ્ધિ ને પર્યાયની
ઋદ્ધિ જાળવી રાખે છે માટે સત્તાગુણ ઋષિ છે. આમ અનંતા ગુણોને પ્રતીતિમાં લીધા તે જીવ સાધક છે ને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે સાધ્ય છે.
આત્મામાં આવા અનંત ગુણો છે, તેનો વિશ્વાસ કર. તેનાથી ધર્મ થાય છે. શાસ્ત્રભણતરથી કે રાગથી કે અમુક આહારથી દર્શન-જ્ઞાનચારિત્ર પ્રગટતાં નથી. આત્માની શ્રદ્ધા કરનારને સાધક કહ્યો ને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટવાં તેને સાધ્ય કહ્યું છે. બહુ વ્રત કરીને, પુણ્ય કરીને દેવમાં જવું તે સમકિતનું ફળ નથી, શુભરાગ તેના કાળે હો પણ અનંતા ગુણોની પ્રતીતિ કરવી તે સાધક છે ને તેનું ફળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
(૧૩) “ગુણમોક્ષ સાધક ને દ્રવ્યમોક્ષ સાધ્ય છે.”
આત્મામાં સમ્યકત્વ આદિ અનંતગુણો છે તેવું ભાન થયા પછી વીતરાગતા વધારતાં આઠે કર્મોનો નાશ થાય છે ને સિદ્ધ થઈ જાય છે. અંતર શક્તિઓ છે તેની પ્રતીતિ, જ્ઞાન, રમણતા થઈને રાગ તથા વિકારથી છૂટયા એટલે કે રાગદ્વેષમાં તથા અલ્પજ્ઞાનમાં ને અલ્પવીર્યમાં અટકતા હતા તે મટી ગયું, એટલે કેવળજ્ઞાનાદિ પ્રગટયાં તે ગુણમોક્ષ થતાં આમ ગુણમોક્ષ થતાં દ્રવ્યમોક્ષ થાય છે એટલે કે સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. અનંત ગુણોની પરિણતિ પોતાના ગુણને સંગે એકાગ્ર થઈ તે ગુણમોક્ષ થયો. પ્રથમ શ્રદ્ધા મિથ્યાશ્રદ્ધામાં અટકતી, ચારિત્ર રાગદ્વેષમાં અટકતું, જ્ઞાન દર્શન અલ્પદશામાં અટકતાં હતાં તે અધૂરાપણું ને વિપરીતપણું હતું તે બંધ હતો, તે બંધ કર્મને લીધે નહિ, જડને લીધે નહિ પણ પોતાના કારણે જ્ઞાન, દર્શન ને વીર્યમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com