________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૧]
[૨૦૩ જે જીવ અનંતા આત્માને ન માને, અનંતા ગુણોને ન માને અથવા બીજા તત્ત્વમાં ભૂલ કરે તેનો વ્યવહાર ખોટો છે, માટે તેને નિશ્ચયરત્નત્રય પ્રગટ થઈ શકે નહિ.
(૫) “સમ્યગ્દષ્ટિને વિરતિ વ્યવહાર પરિણતિ સાધક છે ત્યાં ચારિત્ર શક્તિ મુખ્ય સાધ્ય છે.”
મિથ્યાદષ્ટિને વિરતિ વ્યવહાર પરિણતિ હોઈ શકે નહિ. સમ્યગ્દષ્ટિની વાત છે. હું અખંડ જ્ઞાયક આત્મા છું, એવી પ્રતીતિ થઈ છે તેને મુનિદશા વખતે પાંચ મહાવ્રતના તથા ૨૮ મૂળગુણ વગેરેના વિકલ્પો નિમિત્ત તરીકે હોય છે. દષ્ટિમાં પૂર્ણરૂપ આત્મા જ ઉપાદેય છે પણ જેને ચારિત્ર પ્રગટયું નથી, તેને શુભભાવ આવે છે જ્યારે મુનિપણું
હ્યું છે ત્યાં છકાય જીવોને મારવાના અશુભભાવ હોતા નથી પણ પંચમહાવ્રતના પરિણામ હોય છે તે વ્યવહાર છે. એવી વ્યવહાર પરિણતિ સાધક છે, પણ તે વિકલ્પ કાળે ધ્યેય વિકલ્પ નથી, પણ શુદ્ધ સ્વભાવમાં કરવું તે ધ્યેય છે. ચારિત્રની અકષાયદશા પ્રગટ કરી, અંતરમાં ઠરવું તેવી ચારિત્રશક્તિ સાધ્ય છે ને વિકલ્પ સાધન છે.
કેટલાક જીવો કહે છે કે આ કાળમાં સ્વરૂપ કઠણ છે. એમ કહેનારને રાગ-દ્વેષ સહેલા લાગે છે એટલે કે બહિરાત્મપણું સહેલું લાગે છે. પુણ્ય-પાપના પરિણામ કરી રખડવું સહેલું લાગે છે. તે બહિરાત્માને સાધે છે. તેને બહારની રુચિ છે. તે અંતરનો પ્રેમ કરતો નથી. આવી રીતે સ્વરૂપ કઠણ માનનાર સ્વરૂપનો અનાદર કરે છે.
અહીં સમ્યગ્દષ્ટિ જીવ વિરતિ કરવા માગે છે. તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રેમ નથી, કષાયમાં પ્રેમ નથી, અશુભ આચરણનો ત્યાગ છે, પંચમહાવ્રતના પરિણામ હોય છે પણ તેમાં નિશ્ચયથી પ્રેમ નથી. હું જ્ઞાયકમૂર્તિ છું તેવી શક્તિનું ભાન છે. તેને પ્રગટાવવા માગે છે. તે કેવી રીતે પ્રગટે છે? નિજશુદ્ધાત્મદ્રવ્યનો આશ્રય કરવાથી જ પ્રગટે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com