________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૨]
[૧૯૫ થઈને રહે, આનંદમાં અપૂર્ણતા રહે તે આનંદગુણની જાતિ નથી. કર્તા નામનો ગુણ અનાદિ અનંત છે, તે કર્તારૂપે થઈને પૂર્ણ થશે. નિમિત્તના કર્તાથી કે વિકલ્પના કર્તાથી તે પૂર્ણ થશે એમ છે જ નહિ. કરણ નામનો ગુણ પણ એવો જ છે. નિમિત્ત સાધન નહિ, રાગ સાધન નહિ. કરણ નામનો ગુણ છે તે પૂર્ણ પ્રગટે, ભેદ ન રહે, આવરણ ન રહે, વિકલ્પ ના રહે એવી ગુણની જાતિ મારામાં છે. તેમ સમ્યકભાવ સિદ્ધ કરે છે. એક એક સ્વભાવ એવો છે કે તે નિર્વિકલ્પરૂપે પૂર્ણ પ્રગટ થાય છે, તેને બીજા ગુણની, પર્યાયની કે રાગની જરૂર નથી પણ દરેક ગુણ સ્વતંત્ર છે. ચોથા ગુણસ્થાનવાળો ધર્મી જીવ સમ્યભાવ વડે પર્યાયમાં ગુણની જાતિ નક્કી કરે છે.
એક દ્રવ્યમાં અનંતા ગુણો છે, તેમાં આવરણ રહેશે નહિ, કર્મનું નિમિત્ત રહેશે નહિ, અધૂરાશ રહેશે નહિ પણ પૂર્ણરૂપ પ્રગટશે, –એમ સમ્યભાવ નક્કી કરે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, સ્વચ્છત્વ વગેરે અનંતા ગુણો અનાદિ અનંત છે, તે મારી સાથે અભેદ થઈને રહેશે. દરેક ગુણ પૂર્ણ થઈને રહેશે તેને કોઈ નિમિત્તની તો જરૂર નથી, પણ એક ગુણને બીજા ગુણની જરૂર નથી. એક એક ગુણની જાતિ સિદ્ધ કરે છે. બધા ગુણો સમ્યકરૂપ થાય, યથાવત્ થાય ને નિશ્ચયભાવરૂપ થાય, અપૂર્ણ રહે નહિ, આવરણ રહે નહિ, બીજા ગુણની ને પર્યાયની અપેક્ષા રાખે નહિ. અહીં નિર્વિકલ્પનો અર્થ એ છે કે ગુણો પ્રગટીને આત્મા સાથે અભેદ રહે છે. આમ બધા ગુણો સમજવા. મારા ગુણોની આવી જ જાત હોય. એક ગુણ બીજા ગુણથી પૃથક સમજવો. આમ સમ્યફભાવ સિદ્ધ કરે છે ને ગુણની જાતિ સિદ્ધ કરવી તે તેનું ફળ છે.
() ગુણને નક્કી કર્યા હવે દ્રવ્યને સિદ્ધ કરે છે. મારું દ્રવ્ય અનંત ગુણને પિંડ છે, દ્રવ્ય શુદ્ધ જ છે, મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે. પર્યાયમાં વિકાર છે તે મારું સ્વરૂપ નથી. દ્રવ્ય અનંત ગુણોનો પિંડ એકલો નિર્મળાનંદ છે. અસંખ્ય પ્રદેશમાં રહેલા ગુણોમાં લક્ષણભેદ છે પણ પ્રદેશભેદ નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે. આમ પ્રદેશે અભેદતા
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com