________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
સાધક છે. તે અનંતા ગુણોને સિદ્ધ કરે છે. પોતાના બધા ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સ્વચ્છત્વ વગેરે પોતાના સ્વરૂપને ધરે છે. પૂર્ણદશામાં ભેદ નથી. ભેદ પડે ત્યાં પૂર્ણદશા ન હોય. કેવો છે ભાવ ? જ્ઞાનગુણ અભેદ એકાકાર થયેલ છે. આમ સભ્યભાવ કેવળજ્ઞાનને સિદ્ધ કરે છે. કેવળજ્ઞાનમાં ભેદ નથી.
અમારો ભાવ સાચો છે પણ કેવળજ્ઞાનની અમોને ખબર પડતી નથી, એમ કોઈ કહે અથવા ક્રમબદ્ધ પર્યાયનું નક્કી થતાં પુરુષાર્થ કાંઈ રહેતો નથી વગેરે કહે તો તેનો ભાવ સાચો નથી. જ્ઞાનગુણની પર્યાય ગુણ સાથે અભેદ થતાં કેવળજ્ઞાનરૂપ થાય છે, ત્યાં ભેદ નથી તેમ જ આવરણ નથી. આત્મા સ્વભાવવાન છે ને જ્ઞાન તેનો સ્વભાવ છે. સમ્યભાવ અંશે શુદ્ધભાવ છે, તેની જાતિ અને કેવળજ્ઞાનની જાતિ એક છે. તેથી તે પર્યાય પૂર્ણ થાય ત્યારે કોઈને ન જાણે અથવા અધૂરું જાણે એમ બને નહિ. તેને કર્મ નિમિત્તરૂપે રહે નહિ. આમ સ્વભાવજાતિ સિદ્ધ કરી.
શ્રદ્ધા દ્વારા પરમ અવગાઢ સમકિતનું નક્કી કરે. સમ્યભાવદ્વારા એવો નિર્ણય કરે કે વસ્તુના જાતિસ્વભાવો એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ પૂર્ણ થાય છે. પૂર્ણ ભાવો પ્રગટ થયા પછી કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્રમે ઉપયોગરૂપ હોય એમ બને નહિ. જે જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ક્રમે ઉપયોગ માને છે તેને સમ્યભાવ પ્રગટયો નથી.
આ પ્રમાણે સમ્યભાવ સાધક થઈને આવરણ રહિત શુદ્ધ સભ્યરૂપ યથાવત્ બધા ગુણોને પૂર્ણરૂપે સાધે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com