________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-ર ]
[૯ વિકારાદિ ભાવ જે જડ છે તેનો પ્રવેશ નથી તેવા સ્વભાવને પોતાનો જાણે તે કેવી રીતે છે તે કહીએ છીએ.
આ જીવ પરમાં પોતાનું સ્વરૂપ જાણે છે. આવા સંયોગો અને રાગાદિ હોય તો મને લાભ થાય એમ માને છે. તેથી કામ ક્રોધ રાગાદિને, શરીર વગેરેને પોતાના જાણે છે. પરને પોતાનું માનવું તે ભૂલ છે પણ આ જે જાણે છે તે જ્ઞાનની અવસ્થા જ્ઞાનીનો અંશ છે, ચૈતન્યસૂર્યનું કિરણ છે. રાગ-દ્વેષની લહેર ઊઠે તે ચૈતન્યની વાનગી નથી, તે વિકારની વાનગી છે, માટે નિજ પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવની સ્વાનુભૂતિને ઓળખવી. પૂર્ણ જ્ઞાન તે જ હું છું એમ પોતાને ઓળખીને હજારો સંતો અજરઅમર થયા છે. ઓળખવામાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ત્રણે આવી જાય છે.
સ્વસમ્મુખ થયા વિના જરાય સાધક દશા હોય નહીં.
સાધકને વ્યવહાર આવવા છતાં વ્યવહાર તરફ વજન નથી. જ્ઞાની સ્વભાવ તરફ જોવાનું કહે છે. સ્વભાવને ઓળખીને અજરઅમર થયા છે, વ્યવહાર કરીને થયા નથી.
પ્રશ્ન :- શ્રાવકનાં છ કર્તવ્ય-દેવપૂજા, ગુરુની ઉપાસના-ભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાન શાસ્ત્રમાં કહે છે તેનો શો અર્થ?
સમાધાન :- ખરેખર તો ધર્મીને પોતાના પૂર્ણ વીતરાગ પદનો આદર છે, આત્માનું ભાન છે ને પોતાનું બહુમાન આવતાં દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યે ભક્તિભાવ આવ્યા વિના રહેતો નથી. તે ભાવ જ્ઞાનીને વ્યવહારે છે. સ્વભાવના ભાન વિના ષકર્મ વ્યર્થ છે એટલે કે તેને વ્યવહાર કહેવાતાં નથી.
અજ્ઞાની જીવો શુભરાગરૂપ વ્યવહારથી આત્માની પ્રાપ્તિ થાય એમ માને તે વ્યવહારને ક્યારે છોડે? અહીં કહે છે કે આત્માના અરાગસ્વભાવને ઓળખી સંતો અજરઅમર થયા છે. એ કહેવા માત્રથી જ ન મળે પણ સ્વભાવમાં અંતર્મુખ વીર્ય વાળે, પોતાના ચિત્તને જાણવા-દેખવાના સ્વભાવમાં અંતર્મુખ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com