________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૯ ]
[ ૧૭૫
દેખો દેખો તારી ભૂલ, જ્ઞાનમય આત્માને જાણે તો ૫૨મેશ્વ૨૫દ પ્રાપ્ત કરે. ભગવાન ચૈતન્યસૂર્ય પ્રભુ છે, તેનો વિશ્વાસ, જ્ઞાન ને અનુભવ કરવાથી પરમેશ્વર થાય. અવલોકન કરવું તે ક્રિયા છે. દેહની ક્રિયા જડની છે, પુણ્યની ક્રિયા તે વિકારી ક્રિયા છે. ચિદાનંદમૂર્તિ છું, એની દષ્ટિ થયા પછી શુભભાવ થાય તેને વ્યવહાર કહેવાય છે. ખરેખર તો સ્વભાવને અવલોકવો તે ધાર્મિક ક્રિયા છે.
જે વસ્તુ હોય તે આદિ-અંત વિનાની હોય. જે વસ્તુ હોય તેને પોતાનો સ્વભાવ હોય. આત્મામાં જ્ઞાન, આનંદ, સ્વચ્છત્વ, વિભુત્વ, પ્રભુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે અનંત ગુણો છે. એવા પરમેશ્વ૨૫દની રુચિ કરીને પુણ્ય-પાપની રુચિ હઠાવે તો ધર્મ થાય.
જડની ક્રિયા જડના કારણે થાય છે, ધર્મીને પોતાની યોગ્યતાને કારણે શુભરાગના કાળે શુભાગ આવે છે પણ તે ધર્મ નથી. શુભરાગના અવલંબને ધર્મ થતો નથી, શુભરાગના કાળે
સ્વઅવલોકનમાત્ર ધાર્મિક ક્રિયા છે. આત્મા બહારની ચીજોને લાવી કે છોડી શકતો નથી. રાગના કારણે પ૨ની પર્યાય થાય નહિ તેમ જ રાગથી ધર્મ થાય નહિ. ચિદાનંદ પદનું અવલોકન કરે તેટલો ધર્મ છે.
સાધકને રાગ હોય છે પણ એકલા નિમિત્તનું તથા રાગનું અવલોકન કરવું તે અધર્મ છે. પોતે સ્વભાવને અવલોકે નહિ તો પાંચ ઇંદ્રિયોના શુભાશુભ વિષયો તરફ રુચિ કરી તેને તાબે થઈ પોતાનું નિધાન લૂંટાતાં દરિદ્રી થયો. પાંચ ઇંદ્રિયો જડ છે પણ તે તરફનું વલણ તે રાગ છે. તેને વશ થઈ નિત્યાનંદ સ્વભાવ ચૂકી જાય છે ને પોતાનું નિધાન લૂંટાવી દે છે. મારી શક્તિમાંથી જ્ઞાન ને આનંદ વ્યક્ત થાય છે, રાગમાંથી જ્ઞાન ને આનંદ આવતાં નથી. આમ સ્વભાવના અવલોકનથી સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર પ્રગટે છે પણ રાગનું અવલંબન લઈ પોતાનું નિધાન લૂંટાવી દે છે ને ચોરાશીના અવતારમાં રખડે છે, પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com