________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૪].
| [ ૧૭૩ સમયના સંસારને ગૌણ કર ને સ્વભાવદષ્ટિ કર તો આનંદ થશે. કર્મ તરફના વલણથી સુખ ન થાય. જેવી દષ્ટિએ દેખે તેવું ફળ થાય.
અરીસામાં મયૂરનું પ્રતિબિંબ પડતાં મોર જ ભાસે છે, પણ અરીસા તરફ દેખતાં તે અરીસો જ છે, તેમાં મોર નથી; તેમ પુણ્યપાપને દેખે તો પુણ્ય-પાપ જ ભાસે, પણ ચિદાનંદ આત્માને દેખે તો પુણ્ય-પાપ ન ભાસે પણ આત્મા જ ભાસે.
વિકારી પર્યાયથી જુએ તો આત્મા વિકારમય લાગે ને આત્માની દષ્ટિથી જુએ તો આત્મા જ્ઞાનમય લાગે. અરીસાને લીલા રંગથી દેખે તો લીલો દેખાશે ને પ્રકાશ તરફથી જુએ તો અરીસો પ્રકાશમય ભાસે. મોરનું પ્રતિબિંબ અરીસાનું મૂળસ્વરૂપ નથી, પણ પ્રકાશમય અથવા સ્વચ્છતામય તેનું સ્વરૂપ છે; તેમ પુણ્ય-પાપના અશુદ્ધ પરિણામથી જુએ તો આત્મા વિકારમય દેખાશે પણ દ્રવ્યદૃષ્ટિથી જાએ તો આત્મા શુદ્ધ જ્ઞાનમય દેખાય છે. જેની દષ્ટિ શુદ્ધ પદાર્થ ઉપર છે તેની મુક્તિ છે ને કર્મદષ્ટિથી અવલોકે તો સંસાર છે. વિકારદષ્ટિથી આત્મામાં વિકાર જ ભાસે છે, શરીરષ્ટિથી શરીરમય ભાસે છે પણ પોતે જ્ઞાનાનંદ છે એમ નિજ તરફ જુએ તો વિકાર ને શરીરરૂપ ન ભાસે; માટે દુઃખરૂપ પરદષ્ટિ ન કરો કારણ કે દુઃખરૂપ પરદષ્ટિ સંસારનું કારણ છે. તેનાથી આત્માનો અનુભવ થશે નહિ.
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com