________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪]
શ્રી અનુભવ પ્રકાશ (૫) વ્યવહારનયથી અનેક ગુણોના ભેદો છે પણ નિશ્ચય દૃષ્ટિથી આત્મામાં તેવા ગુણભેદો નથી. આત્મા ભાવે એકરૂપ અભેદ છે.
એવો આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જે જ્ઞાન પ્રગટે છે તે અભેદ આત્માને જાણે છે તથા ગુણભેદને પણ જાણે છે. આમ પ્રમાણજ્ઞાન યથાર્થ હોય છે. સર્વજ્ઞની દિવ્યધ્વનિમાં જૈનશાસનનો સાર આવેલ છે. સમ્યગ્દર્શનપર્યાય છે, તે પર્યાય નિમિત્ત, રાગ કે પર્યાયમાંથી પ્રગટતી નથી, પણ આત્મદ્રવ્યમાંથી પ્રગટે છે. સમ્યગ્દર્શનનો વિષય આત્મદ્રવ્ય છે.
એક આત્મામાં અનંત ગુણો છે, તેમાંથી એક પણ ગુણ ઓછો માને તે જીવ મૂઢ છે. એકલા ગુણભેદને જ સ્વીકારે તે મિથ્યાદષ્ટિ છે. અહીં અભેદ સામાન્યની વાત કરે છે. ધ્રુવ-સ્વભાવમાં બધા ગુણો અભેદ એકાકાર છે પણ આ જ્ઞાન છે, આ આનંદ છે એમ ભેદબુદ્ધિ થતાં તેના ઉપર લક્ષ જાય છે. તેવો ચિત્તના સંગનો વિકલ્પ વ્યવહારનયનો વિષય છે. તેને અભૂતાર્થ ઠરાવીને અનંત ગુણોના પિંડસ્વરૂપ અભેદ આત્માનો ભૂતાર્થ કહેલ છે. સમ્યગ્દર્શન પામવાનો આ એક જ પંથ છે.
(૬) શ્રી સમયસાર ગાથા ૧૪ માં પાંચમો દાખલો પાણીનો આપ્યો છે. વર્તમાન અપેક્ષાએ ગરમ પાણીમાં ઉષ્ણતા દેખાય છે તે અગ્નિને લીધે નથી. અગ્નિ ને પાણી વચ્ચે અન્યોન્ય અભાવ છે. વર્તમાન દષ્ટિએ પાણીની ઉષ્ણતા ભૂતાર્થ છે, પણ પાણીના મૂળ સ્વભાવથી જુઓ તો તે અભૂતાર્થ છે, કેમકે પાણી સ્વભાવે શીતળ છે.
અહીં સ્ફટિકનો દાખલો આપ્યો છે. સ્ફટિકમાં લીલી-લાલ અવસ્થા ભાસે છે. તે પરને લીધે નથી. તે તેની પર્યાયનો ધર્મ છે. તેમ સમકિતી પર્યાયને જાણે ખરો પણ તેનો આદર કરતો નથી. સ્ફટિક રંગીન કપડાને લીધે જુદા જુદા રંગોરૂપે દેખાય છે, પણ તે સ્વભાવે તો સ્વચ્છ છે.
તેમ કામ-ક્રોધાદિનું વદન દેખાય છે તે કર્મરૂપી અગ્નિના સંયોગે દેખાય છે. આ બોલમાં અનુભવની વાત કરી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com