________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર ]
શ્રી અનુભવ પ્રકાશ પોતાનું ધન પોતાની પાસે છે. શરીર તે શરીર છે, મન, વાણી, કપડાં, દાગીનાં જડ છે, હું ચૈતન્ય છું. એવો વિશ્વાસ કર. દયા-દાનાદિની વૃત્તિ થાય તો સમજ કે તે વિકાર છે. હું જ્ઞાનમૂર્તિ છું, એવી મારી જાત છે. આત્મધનને ગ્રહણ કરો, પરના મમત્વને સ્વપ્નમાં પણ ન કરો.
જીવ અનંતવાર દ્રવ્યલિંગી મુનિ થયો, મહાવ્રત પાળ્યો, પણ આત્માની વાત સાંભળી નથી. આત્મા જ્ઞાનાનંદમૂર્તિને જાણ્યા વિના બધું ઉકરડા ઉથામવા સમાન છે.
પર વસ્તુને પોતાની માનવાથી સ્વપ્નાંતરે પણ સુખ નથી. સ્વપ્ન આવે ત્યારે પણ હું ચિદાનંદ છું, શરીર નહિ, રાગ નહિ, –એવી શ્રદ્ધા કરો. તારી ખોટી ચાલને છોડ, તું દરિદ્ર નથી. આત્મા આનંદકંદ, સિદ્ધસ્વરૂપી, દેહ ડાબલીમાં બિરાજે છે, તે શ્રદ્ધા, જ્ઞાન, રમણતા આદિ અનંત ગુણોનું નિધાન છે, દરિદ્રી નથી. આત્માની ઓળખાણ કરે તે શ્રેષ્ઠ છે. મારી પાસે કાંઈ નથી એમ માની અજ્ઞાની માગણ થઈ રહ્યો છે, માટે કહે છે કે તું દરિદ્રી નથી, તું નિધાનવાળો છે. એની પીછાના વગર દરિદ્રી માની બેઠો છો. જે દરિદ્રી હોય તે એવાં કામ કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com