________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ ચિંતવનથી જ દુઃખની પરિપાટી પ્રાપ્ત કરે છે ને શુદ્ધ ચિંતવનથી દુઃખ થતું નથી-એમ અનેકાંત બતાવે છે.
જો જીવ પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો દુ:ખનો નાશ થાય, પણ અજ્ઞાની જીવ તેની પ્રતીતિ કરતો નથી તેથી દુ:ખની પરિપાટી પ્રાપ્ત થઈ છે. પ્રથમ પર્યાયમાં દુઃખની વાત કરી. હવે કહે છે કે પોતાનો ત્રિકાળી સ્વભાવ-સહજસ્વભાવ પરમાનંદની મૂર્તિ છે તેની સંભાળ કરે તો દુઃખ જાય. પણ ગૃહીત મિથ્યાત્વ ટળ્યા વિના આ વાત સમજાય નહિ. જે પરથી ને પુણ્યથી ધર્મ મનાવે તે સાચા દેવાદિ નથી, કુદેવાદિ છે વગેરે વાત આગળ કહેશે.
પોતાના અશુદ્ધ ચિંતવનથી દુઃખ છે પણ પોતાના સહજ સ્વભાવની સંભાળ કરે તો દુ:ખ મટે. પર્યાયબુદ્ધિથી જે સંસાર છે તે સ્વભાવબુદ્ધિથી ગુણગુણી ત્રિકાળ અભેદ છે તેની દૃષ્ટિથી તૂટે.
આત્માનો સહજ જ્ઞાનાનંદ સ્વભાવ છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરે તો દેવ-ગુરુ-શાસ્ત્રનો વિકલ્પ નિમિત્ત કહેવાય. દેવ-ગુરુ-શાસ્ત્ર એમ કહે છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે, માટે પર્યાયબુદ્ધિ છોડી સ્વભાવબુદ્ધિ કર તો દુઃખનો નાશ થાય. અનાદિથી પર્યાયમાં સંસાર છે ને તે સ્વભાવના આશ્રયે નાશ થઈ શકે છે એમ કહેનારા સાચા દેવગુરુ-શાસ્ત્ર છે. આમ શિષ્ય તેને સાંભળે છે ત્યારે ગૃહીત મિથ્યાત્વ છૂટે છે. તે સાચા દેવાદિકને નિમિત્ત ક્યારે કહેવાય? પોતાના સહજ
સ્વરૂપની સંભાળ કરે તો દેવ-ગુરુ-શાસ્ત્રને અને તેમના પ્રત્યેના શુભ વિકલ્પને નિમિત્ત કહેવાય.
દેવ-ગુરુ એમ કહે છે કે અમને સાંભળવા આવ્યો છો તે શુભરાગ છે, તે બંધન છે. એમ સંભળાવનાર છે ને સાંભળનાર પણ છે. પ્રથમ અજ્ઞાની ઊંધું સાંભળતો હતો તે છૂટયું છે. સહજ સ્વભાવનું ધામ આત્મા છે તેની સંભાળ કરે તો દુ:ખનો નાશ થાય-એમ કહેનારા હવે મળ્યા છે. અહીં “સંભાળ” શબ્દમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com