________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪]
શ્રી અનુભવ પ્રકાશ એ જ પ્રમાણે દેવ, નર, નારકી અને તિર્યંચનાં શરીર જડ છે તેમાં તારી સત્તા નથી. તારી હયાતી તારામાં છે-એમ દષ્ટિ કર. દષ્ટિએ દોલત દેખાય તેમ છે. અનંત શરીર ધારણ કર્યા તેમાં આત્મા નથી. શરીર પાતળું હોય કે જાડું હોય તે બધું ઇંદ્રજાળ સમાન છે, માટે શરીરની રુચિ છોડ; તારા ચેતનનો અંશ એમાં નથી, તે તારામાં પેઠા નથી. ભ્રમણાથી શરીરને શણગારે, પોતે દાગીના પહેર્યા હોય તો ગામને બતાવે; પોતાના શાંત ભાવને ચૂકી ગયો છે. ખાવાપીવાના પદાર્થથી તથા ગુલાબઅત્તર વગેરે લગાવીને શરીરને અનેક પ્રકારે જતન કરે છે તે વ્યર્થ છે. એક વાર આત્માની રુચિ તો કર, દષ્ટિ સાચી કર. જે સંયોગો આવવાના તે આવવાના, તેને કોઈ ફેરવવા સમર્થ નથી, પણ હું જ્ઞાયક છું-એવી દષ્ટિ કરી ને તેમાં લીનતા કર તો સુખી થઈશ.
કોઈકના ઝવેરાતથી જીવ હરખાય તે વ્યર્થ છે. જડના શણગારને પોતાનો માને, જઠમાં જ આનંદ માની માની હરખાય છે, શરીર, મન, વાણી મડદાં છે તેની સાથે સગપણ કર્યું છે, તેની રુચિ કરે છે, તેનો સંબંધ તોડ, તે વસ્તુ તો પર છે, પણ તેની સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વિકલ્પ પણ આત્મામાં નથી. જ્ઞાનાનંદ સ્વભાવની ચિ કર મડદાં સાથે સગાઈ કરવાથી કાર્ય ન સુધરે એટલે કે લગ્ન ન થાય, તેમ જડ પદાર્થો સાથે એકત્વબુદ્ધિથી નહિ મળે, માટે પરની રુચિ છોડ ને તારા જ્ઞાયક સ્વભાવની રુચિ કર, -એમ કહેવાનો આશય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com