________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
[ શ્રી અનુભવ પ્રકાશ અચેતન ઉપર ધર્મ અને જ્ઞાન દષ્ટિ નાખે છે પણ તે વ્યર્થ છે.
તારી હયાતી કબૂલતાં પરનો અભાવ તારામાં કબૂલવો જોઈએ. ચિદાનંદને શ્રદ્ધા દ્વારા ચૂંટયો, પછી માખણ શું આવ્યું? આ અનુભવપ્રકાશમાં માખણ છે. અંદરમાં જો-એમ કહે છે. જ્ઞાયક ચૈતન્ય છો તેની સન્મુખ જો, તો જડ તારી પાછળ નહિ આવે. રાગનો ને નિમિત્તનો પ્રેમ ન કર. વ્યવહારની ને સંયોગની રૂચિ છોડી સ્વભાવમાં જામી જા. જડે તારો પલ્લો-છેડો પકડ્યો નથી, તે તારી માન્યતામાં તેને પકડયા છે. મફતનો બીજાની વસ્તુને તારી માને છે. લગ્નમાં કોઈકનું ઘરેણું લાવી જીવ હોંશ કરે છે પણ તે તો પારકું છે. શરીર, મન, વાણી આદિ બધી ચીજોને પોતાની માની ચોરાશીના અવતારમાં રખડે છે. બાસુંદી ખાવી, લાડવા ખાધા-એમ માની સુખ માને છે. સુંવાળા શરીરને, સુંવાળા મખમલને તથા મખમલને સ્પર્શી ભોગનું સુખ માને છે; પોતામાં સુખ છે એમ નહિ માનતાં પરમાં કલ્પના કરી સુખ માને છે. જ્ઞાનીને રાગ આવે છે પણ તેની મર્યાદા છે; તે પરમાં સુખ માનતો નથી. સ્વકાળે અસ્થિરતાનો રાગ આવે છે.
દરેક દ્રવ્યની પર્યાય પોતાના કાળે વર્તે છે, માટે તેને સ્વકાળવર્તના કહે છે. જ્ઞાનીને સ્વકાળવર્તના વખતે રાગ આવે છે, પણ તેમાં તે સુખ માનતો નથી. અજ્ઞાની જૂઠી કલ્પના કરી સુખ માને છે. હરખ સન્નિપાતવાળો જીવ ખડખડ હસે છે, તેના સગાવહાલાં સમજે છે કે આનું મૃત્યુ નજીક છે. જગતના માણસો હરખજમણમાં હોંશ કરે છે, મફતનો જાઠી કલ્પના કરે છે ને ખુશ થાય છે. તેને સાવધાનીનો અંશ નથી, જ્ઞાનીને સાવધાનીનો અંશ છે. તે ભોગને દુઃખરૂપ માને છે, અજ્ઞાની ભોગમાં સુખ માને છે.
આત્મા ત્રણલોકને જાણનાર નાથ છે. કેવળજ્ઞાનપર્યાય પ્રગટ નથી તેને ઉત્પન્ન કરે, અધૂરા-જ્ઞાનને પૂરું કરે ને જે પર્યાય પ્રગટ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com