________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨]
શ્રી અનુભવ પ્રકાશ બધી ખબર પડે. જે વિકાર થાય છે તે મારી જાત નથી, હું ચૈતન્યસ્વરૂપી છું, એમ પોતાની પ્રતીતિ કરી, અનુભવ કરી પરમાનંદ દશા પામ્યો. જેવું દ્રવ્ય શક્તિરૂપે પૂર્ણ હતું તેવી પર્યાય પૂર્ણ થઈ ગઈ, તેની શી વાત કરવી ? તેનો મહિમા કોણ કરી શકે ?
જ્ઞાનાનંદ છું એવો નિશ્ચય કરીને ઠીક ભાવના કરે તેટલું સ્વસંવેદન થાય. નિશ્ચય એટલે શ્રદ્ધા, ભાવના એટલે સ્થિરતા, સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન. આમ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર ત્રણેની સિદ્ધિ થાય છે. ત્રણેની એકતા થઈ તે આત્માની મુક્તિ થાય છે. પ્રથમ વિધિ જાણવી જોઈએ. બારોટ બાપદાદાની વાતો કરે ને ગુણગ્રામ ગાય તો જીવ ખુશી ખુશી થઈ જાય. અહીં સર્વજ્ઞ ભગવાન ત્રણ કાળની વાત કરે છે ને તારા આત્માનાં ગાણાં ગાય છે, પણ અજ્ઞાનીને સમજણ કરવાની વાત બેસતી નથી.
ભગવાન આત્મા ગુપ્ત શુદ્ધ શક્તિવાન છે. વર્તમાન અવસ્થા પ્રગટ છે તેમાં આખું તત્ત્વ આવી જતું નથી. એકરૂપ સદેશ સ્વભાવમાં જ્ઞાનપર્યાય એકાગ્ર થાય તે મોક્ષમાર્ગ છે. “સિદ્ધ સમાન સવા પર મેરો” તે શક્તિની વાત છે. અવ્યક્ત દ્રવ્યમાં પરિણતિ એકાગ્ર થાય, જેમ જેમ શુદ્ધતાની પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય તેમ તેમ મોક્ષમાર્ગની શુદ્ધિ થાય. ધ્રુવસ્વભાવમાં એકાગ્ર થાય તો મોક્ષમાર્ગ થાય. જેમ ધ્રુવતારા સામે નજર રાખીને વહાણમાં હોકાયંત્ર રાખે છે તો દિશાનું જ્ઞાન થતાં વહાણ સહીસલામત પહોંચે છે, તેમ આત્મા ઈશ્વર છે, તેનો ધ્રુવકાંટો અંતરમાં છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરી રમણતા કરે તો મુક્તિ થાય.
પ્રથમ આ વાત સાંભળ તો ખરો ને રુચિ તો કર. આ ચિદાનંદ ભગવાનની ટંકશાળ છે.
જેમ કોઈ પુરુષ રસ્તાના ઘણા ગાઉ કાપે તેમ નગર નજીક આવે, તેમ અંતરશક્તિની પ્રતીતિમાં જોર કરે-દ્રવ્યની પ્રતીતિમાં અવગાઢ-ગાઢ-દઢ થાય. અંતર એકાગ્ર થાય તો મુક્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com