________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પોષ સુખ ૮, બુધ ૨૪-૧૨--૫૨
૫. -૧૮
અનુભવપ્રકાશ એટલે શું? આત્માનું નિજાનંદ સ્વરૂપ છે, તેની પર્યાયમાં પુણ્ય-પાપ થાય છે તે વેશ છે. તેની રુચિ છોડીને સ્વભાવનો અનુભવ કરવો તે અનુભવપ્રકાશ છે. નટ વેશ ધરે ત્યાં સુધી નાચે છે ને ઘરનો વેશ પહેરે ત્યારે નાચતો નથી. આ દષ્ટાંત છે. તેમ આત્મા જ્ઞાનાનંદ છે, તેને ચૂકીને વ્રત, ભક્તિ આદિ વિકારના પરિણામને પોતાના માની રઝળી રહ્યો છે. મેં વ્રત પાળ્યાં, મેં પૂજા કરી-એવો મિથ્યાભાવ સ્વાંગ છે, તેને લીધે ચોરાશીમાં રખડે છે. તે સ્વાંગ મૂળસ્વરૂપ નથી. આત્માનું જ્ઞાતાદષ્ટાપણું મૂળસ્વરૂપ છે. તેનું ભાન કર્યા વિના વિકા૨થી લાભ માને છે, તેથી ચોરાશીમાં અવતા૨ કરે છે.
હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું, એવું ભાન કરે ને અંતર્દષ્ટ કરી સ્થિર રહે તો ચોરાશીમાં અવતાર થાય નહિ. ઘણી તપશ્ચર્યા કરી મિથ્યાદષ્ટિ મુનિ નવમી ત્રૈવેયકે જાય છે, પણ વિકારને તે પોતાનું સ્વરૂપ માને છે, તેથી સંસારમાં રખડે છે.
પુણ્ય-પાપની લાગણી અસ્થિર છે-ચંચળ છે, તે ચંચળતા મટવાથી આત્મામાં ભવનો અભાવ થાય ને જ્ઞાનદિષ્ટ ખૂલે. હું જ્ઞાતા છું, શુભાશુભનો જાણનાર છું પણ તેનો કર્તા નથી.
તનતા, મનતા, વચનતા, નડતા નઙસમ્મેલ |
66
ગુતા, લઘુતા, રામનતા, યહ અનીવજે શ્વેત ।।”
એ બધો અજીવનો ખેલ છે, તે આત્માનું સ્વરૂપ નથી. આત્મા જાણનાર છે, એમાં સ્થિર થાય તો પરિભ્રમણ મટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com