________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬]
[ શ્રી અનુભવ પ્રકાશ ચિદાનંદ ભગવાન તું છો, આ શરીર તું નથી. તારા પદને તું ગ્રહણ કરતો નથી ને પર વસ્તુ તરફ રુચિ કરે છે, ચોરાશીનું બંદીખાનું છે તેને ઘણી રુચિપૂર્વક સેવે છે. “બહુ વ્યવહાર કરીએ તો કલ્યાણ થઈ જાય,” એમ વિકારની વાતો હોંશથી સાંભળે પણ આત્માની વાતમાં રસ આવતો નથી.
આત્માનું સાધન દ્રવ્ય પોતે છે, તેવા સાધનને પકડે તો શુભ રાગને. વ્યવહાર કહેવાય છે. પ્રથમ શુભરાગની ભૂમિકામાં એમ જ જાણ્યું હતું કે જ્ઞાનસ્વભાવને પકડવાથી ધર્મ થશે. ભગવાને આનંદસ્વરૂપમાં લીનતા કરી હતી તે તપશ્ચર્યા છે ને લીનતા થતાં ઇચ્છા થઈ નહિ ને રોટલાને જોગ તેટલો કાળ ન હતો. આત્માના ભાન વિના લોકો ઉપવાસ કરી ધર્મ માને તો તેમાં ધર્મ છે જ નહિ.
લોકો પરની રુચિ કરે છે. પરની પ્રીતિ કરવી તે ચોરાશીનું બંદીખાનું છે. પાંચ લાખ પેદા કેમ થાય તેની વાત નિંદ્રા ટાણે કોઈ કહે તો નિંદ્રા ન આવે. આમ સંસારમાં રખડવાની વાત રુચિથી સાંભળે પણ આત્માની વાત પ્રેમથી સાંભળે નહિ. એવી હુઠ રીતિને પકડી ચિદાનંદથી વિપરીત રૂપને અનુપમ માને છે ને પુણ્યપરિણામને મીઠા માને છે તે ધર્મનો વોળાવિયો છે. તે એમ વિપરીત માને છે. વ્યવહારરત્નત્રય ને દયા-દાનાદિના પરિણામને અનુપમ માને છે, વ્યવહાર કરી કરીને હુરખ માને છે, પણ સ્વભાવ રાગરહિત છે તેને માનતો નથી. જેમ સર્પને હાર જાણી તેમાં હાથ નાખે તો દુઃખ જ થાય. તેમ પરની રુચિ તથા વિકારની રુચિકરવાથી દુઃખ જ થાય. વિકારભાવ ઝેર છે, તેનું ચિપૂર્વક સેવન કરવાથી સંસાર થાય, તેમાં સુખ નથી, દુ:ખ જ થાય.
જેમ એક નજરબંધી વાળો માણસ એક નગરમાં એક રાજા પાસે આવીને રહ્યો. કેટલાક દિવસ પછી રાજા મરણ પામ્યો. તે માણસે રાજાને મર્યો ન જણાવી, તેણે રાજાને ઘણો ઊંડો દાટી ઉપર માટી દાબી, બીજાને ખબર ન પડે એવી તે જગ્યા બનાવી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com