________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
શ્રી અનુભવ પ્રકાશ જે છે તેને પામવું છે અથવા પ્રાપ્તિની પ્રાપ્તિ છે તેથી સુલભ છે, ને જે શરીર આદિ પર છે, આત્માનાં નથી તે પામવા દુર્લભ છે.
જેટલા આત્મા છે તે બધા જ્ઞાનરૂપી છે, જાતિ અપેક્ષાએ બધા એક છે, ફેર નથી. તે પદ પામવું દુર્લભ નથી, પણ દુર્લભ માન્યું છે. આ વ્રત કરું, દેહાદિની ક્રિયા કરું તેથી ધર્મ પામું, એમ માનવાથી દુર્લભ થઈ પડયું છે.
કોઈ પુરુષ પશુનો સ્વાંગ ધરે તેથી તે પશુ થતો નથી, કોઈ નાટડિયો સ્ત્રીનો સ્વાંગ ધરે તેથી તે સ્ત્રી થઈ જતો નથી, તેમ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા શરીર આદિના સ્વાંગ ધરે ત્યાં અજ્ઞાની માની બેસે કે હું વાણિયો, હું સ્ત્રી, હું પુરુષ છું-એમ તે માની બેસે છે. ક્રોધ થયો ત્યાં ક્રોધી, દ્વેષ થયો ત્યાં પીએમ માને છે, પણ તે લાગણી કૃત્રિમ છે, તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. જ્ઞાન-દર્શન પોતાનો સ્વભાવ છે, તે તો એવો ને એવો છે.
આત્મા અનાદિ-અનંત છે ને શરીર આદિસંતવાળું છે, અજ્ઞાની જીવ શરીરને પોતાનું માને છે, પણ પોતે તો ચિદાનંદ આત્મા છે, જ્ઞાન અને આનંદનો રસ છે. આનંદ રસાયણ-ધાતુ છે, તેની પ્રતીતિ કરે તો પુષ્ટિ થઈને સિદ્ધ થઈ જાય. પોતાનો છતો સ્વભાવ જ્ઞાન ને આનંદથી ભરેલો છે. છતી ચીજની પાસે જવું તે દુર્લભ નથી, અછતી ચીજ પાસે જવું દુર્લભ છે.
જેમ કોઈ લાકડાની પૂતળી બનાવી તેને સાચી શ્રી માની બોલાવે ને પ્રેમ કરે, તેની સેવા કરે, પણ પછી જાણે કે આ લાકડાની છે ત્યારે પસ્તાય. તેમ આત્મા જડ શરીરની સેવા કરે છે, પણ શરીર લાકડા સમાન છે. તેને નવરાવવું, ધોવરાવવું, વગેરે કર્યા કરે છે. અનાદિ કાળથી આત્મા પોતાના શરીરની ને સ્ત્રીના શરીરની સેવા કરે છે. ઇન્દ્રિયોના વિષયો ધૂળ છે, છતાં તેમાં પ્રીતિ માની સેવા કરે છે, જડમાં સુખ કહ્યું છે.
જ્ઞાની સમજે છે કે આ રજકણો અનંતવાર આવ્યાં ને ગયાં, સ્ત્રી-પુરુષનાં શરીર, લક્ષ્મીના ઢગલા, વગેરે ઘણીવાર આવ્યા ને ગયાં. હું તો જાણવા-દેખવાના સ્વભાવવાળો જ છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com