________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮] .
[ અધ્યાત્મ કણિકા સના ઊંડા સંસ્કાર રેડ. (૫૦).
(૩૩) જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેને ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણ-સમ્યકસન્મુખતા થાય છે. અંદર દઢ સંસ્કાર પાડ, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. (૬૨)
(૩૪) દ્રવ્ય તો નિવૃત્ત જ છે. તેને દઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ. મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને, ભેદજ્ઞાનની તીક્ષ્ણતાથી પ્રત્યાખ્યાન થાય છે. (૭૩)
(૩૫) હું તો ઉદાસીન જ્ઞાતા છું' એવી નિવૃત્તિદશામાં જ શાંતિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધકદશાની શરૂઆત થાય. (૮૪)
(૩૬) મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. સ્વરૂપગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસવેદન જ મુનિનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk