________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ અધ્યાત્મ કણિકા (૧૮) રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. જેને આત્મા પોષાય છે, તેને બીજું પોષાતું નથી. અને તેનાથી આત્મા ગુમઅપ્રાપ્ય રહેતો નથી. જાગતો જીવ ઊભો છે તે કયાં જાય ? જરૂર પ્રાપ્ત થાય જ. (૩૦૬ )
(૧૯)
નિજ ચેતનપદાર્થના આશ્રયે અનંત અદભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે? (૩૪૧).
(૨૦). જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. (૩૮૦)
(૨૧) આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધુંય, આશ્ચર્યકારી એવું બધુંય, તારા નિજ અજાયબ ઘરમાં જ છે, બહારમાં કંઈ જ નથી. તું તેનું જ અવલોકન કર ને! તેની અંદર એકવાર ડોકિયું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk