________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
* પૂ. બેનશ્રીનાં વચનામૃત *
(૧) શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત અબદ્ધસ્પષ્ટ-આદિરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. “સર્વગુણાંશ તે સમ્યકત્વ' અનંત ગુણોનો અંશ પ્રગટયો. આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું. (200)
(૨) દઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં ઊંડો ઊતરી જા. દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને શાંતિ અને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. (૨૦૨)
(૩) ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk