________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
અધ્યાત્મ કણિકા ]
[ ૭
સ્થાનમાં નિર્દોષતા લાવવી છે, તે નિર્દોષતા મારા સ્વક્ષેત્રમાં સ્વભાવરૂપે પૂર્ણપણે પડી છે, એમ નિર્ણય કરવો જોઈએ.
( ૩૨ )
પરમ અકષાય શાંતરસસ્વરૂપ આત્મા કે જે એવી શાંતરસ આદિ અનંતશક્તિનો પિંડ છે, એવા ચૈતન્યરૂપ હિમાલયનો આશ્રય કરતો જીવ સંસારની આકુળતારૂપ વિષમ આતાપને ટાળે છે.
(૩૩)
ઉપાદેય શુદ્ધાત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યો અને સંસારી જીવનું જ્ઞાન કરતા, જ્ઞાન કરનારને જ્ઞાન નથી તેમ સુખ નથી. શુદ્ધ સ્વભાવના જ્ઞાન કરનારને જ્ઞાન છે અને સુખ છે. માટે શુદ્ધાત્મા જ ઉપાદેય છે.
(૩૪)
અનેકાંત એ અમૃત છે કારણ સત્ સ્વપણે છે અને ૫૨૫ણે નથી. તેમાં સ્વનું હોવું તે પરના અભાવ-ભાવરૂપ હોવાથી સ્વની શાંતિ વેદાય છે, એ જ અમૃત છે. ( ૩૫ )
આત્મા સહજ આનંદસ્વરૂપ છે. તે ખરેખર દુઃખરૂપ નથી. કેમ કે પદાર્થનો સહજસ્વભાવ અવિકૃત હોય છે. તેથી અસલમાં દુ:ખ નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk