________________
“સંકલ્પ-વિકલ્પ” ને લીધે તે જ (પ્રત્યક્ષ-તત્વ) “જગત-રૂપે” (સંસાર-રૂપે) ઝૂરે છે.(ઉત્પન્ન થાય છે)
એ બ્રહ્મ-તત્વ (પ્રત્યક્ષ-તત્વ) એ-કોઈનું કે કશાનું-પણ “કારણ” નથી, છતાં સૃષ્ટિ ના આરંભમાં, સૃષ્ટિ-રૂપે ઝૂરીને,સૃષ્ટિના કારણ-રૂપ થયેલ છે.એટલે કે પોતે જ પોતાના કારણ-રૂપ થયેલ છે.
એ “બ્રહ્મ” કોઈનું પણ “કારણ” નથી,છતાં પણ જીવનું કારણ છે,એમ માનવામાં આવે છે, પણ, એ જીવ તો-અજ્ઞાનથી (અવિદ્યાથી) બનેલો છે, એટલે વાસ્તવિક રીતે,બ્રહ્મ એ જીવ નું કારણ નથી. જેમ,બ્રહ્મ,એ અવિદ્યા (માયા) ને લીધે “જીવ-રૂપ” થયો છે, તેમ,પ્રકૃતિથી (માયાથી) તે “જગત-રૂપે” (સંસાર-રૂપે) પ્રગટ થયેલો છે.
“જ્ઞાન-દશા”માં (જયારે જ્ઞાન થાય છે ત્યારે, તે “બ્રહ્મ” જ સાક્ષાત્કાર-રૂપ થાય છે. ને પોતાથી ઉતપન્ન થયેલા પોતાના શરીર (જગત-સંસાર) નો નાશ કરીને,તુરત જ પોતા (જીવ-આત્મા) ને પરમ-વ્યાપક-પ્રત્યક્ષ-રૂપ (પરમાત્મા-રૂપ) કરે છે. આમ,જીવ જયારે (પરમાત્માના) સાક્ષાત્કાર થી (સંસાર નો નાશ કરી, આત્માકાર” થાય છે, ત્યારે કોઈ શબ્દ થી કહી શકાય નહિ તેવા “પરમ-સ્વ-રૂપ” થી રહે છે.
પોતાની બુદ્ધિની ઇન્દ્રિયોની,અને કર્મોની સાથે ક્રિયા-રહિત થયેલું મન જયારે શાંત થાય છે, ત્યારે તે પાછું ઉઠતું નથી (પાછું અશાંત થતું નથી, અને જેને લીધે, તેવા જીવન-મુક્ત ને કરેલાં કર્મોથી કશું ફળ થતું નથી, કે કર્મો નહિ કરવાથી કશો દોષ પ્રાપ્ત થતો નથી.
વિષયો નું સ્કૂરણ નહિ રહેવાથી,મન જયારે શાંત થઇ જાય છે, ત્યારે, કર્મેન્દ્રિયો, એ “બંધ પડેલા યંત્ર” ની માફક, કર્મ-વગેરે માં પ્રવર્તતી નથી. આમ,”મન-રૂપી-યંત્ર” ના ચાલવામાં વિષયો નું ફુરણ એ જ “કારણ” છે. એવો વિદ્વાનો નો નિશ્ચય છે.
ઇન્દ્રિયોના અને મનના વિષયો થી ખીચોખીચ ભરેલું જગત “બ્રહ્મ” માં જ રહેલું છે. શુદ્ધ અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ,બ્રહ્મ, જયારે (માયાને લીધે) જગત-રૂપે દેખાય છે, ત્યારે તે જાણે ઉત્પન્ન થયું હોય અને જાણે, દિશા,કાળ,બાહ્ય-પદાર્થો તથા માનસિક પદાર્થો-વગેરેઅપાર દેહો વાળું થયું હોય તેમ જણાય છે.
“દૃશ્ય” રૂપે ભાસતા દેહ-વગેરે ને જોઈને “એ મારું સ્વરૂપ છે” એમ મોહથી,જો સમજી લેવામાં આવે તો,એ જ –“પર-બ્રહ્મ” જીવ-રૂપ થઇ જાય છે..!! એટલે કે જ્યાં જેવી રીતે જે “રૂપ” એ “શ્ય-રૂપ” થયું હોય, ત્યાં તે “પર-બ્રહ્મ” પણ તેવી જ રીતે દેખાય છે. એ સર્વાત્મા (બ્રહ્મ) જ્યાં જેવી રીતે ઉલ્લાસ પામે છે, ત્યાં તરત તેવી જ રીતે રહે છે, અને જાણે દૃશય-રૂપ થઇ ગયેલ હોય તેમ પ્રકાશે છે. તેના સર્વાત્મક –પણા ને લીધે તેનામાં “દ્રષ્ટા અને દૃશય-પણું “ આવ્યું હોય એમ લાગે છે.
પણ વાસ્તવિક રીતે તો તે દ્રષ્ટા-પણું અને દૃશય-પણું બંને મિથ્યા (ખોટું) છે, કારણકે, દૃશ્ય-વિના દ્રષ્ટા હોતો નથી,અને દ્રષ્ટા વિના દૃશ્ય હોતું નથી. આમ,આ પ્રમાણે સઘળાં કાર્યો મિથ્યા છે.માટે “બ્રહ્મ” એ કોઈનું કારણ નથી-એ સિદ્ધ થાય છે. સર્વ ને સત્તા તથા ફુરણ આપનાર,એ બ્રહ્મ “પ્રત્યક્ષ” જ છે.