________________
(એટલે જે સમજવાનું છે તે-સમજી ને આ દૃષ્ટાંત ને પકડી રાખવું જોઈએ નહિ)
આવી “ઉપમાઓ” માં ઘણા પરિશ્રમો કરવા છતાં પણ,બધા જ “અંશો” ની સમાનતા-વાલી મળી શકતી નથી. માટે બુદ્ધિમાન પુરુષે,બોધ ની અનુકૂળતા સારું,આપેલા આવા દુષ્ટાંતો પ્રત્યે નિર્વિવાદ થઇને, “ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તેમાં એક અંશ થી, “ઉપમાન” (જેની ઉપમા આપવામાં આવી છે તે) ના સાદુય (સરખા-પણા) નો સ્વીકાર કરવો.
“આ મણિ એ દીવા જેવો છે” એવી ઉપમા કે દૃષ્ટાંત જયારે આપવામાં આવે છે ત્યારે, ત્યાં પણ દીવાની માત્ર પ્રભા (જ્યોત) નું અને મણિ નું સરખાપણું માનવામાં આવે છે, પણ,એ સરખાપણા માં દીવાના “કોડિયા-તેલ-વાટ-વગેરે નો સરખામણી માં ઉપયોગ થતો નથી.
જેમ દીવો એ માત્ર “પ્રભા (જ્યોત)” ના, (કે જે પ્રભા-દીવા નો અંશ છે-તેના) સરખાપણા થી મણિ ના સ્વરૂપ ને સમજાવે છે, તેમ,સઘળી “ઉપમાઓ “એક અંશ"ના સાદરય થી જ “ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે) ના સ્વરૂપને સમજાવે છે. આવી જ રીતે,બધી જ ઉપમાઓ (અને દુષ્ટાંતો). “એક અંશ” ના સાદય થી (સરખાપણાથી) “ઉપમેય” ના સ્વરૂપ ને સમજાવે છે.
આમ,દૃષ્ટાંત ના એકાદ અંશથી સાદૃશ્ય (સરખાપણા) ને લઈને સમજવાનું હોય,અને (આમ). તે જો સમજાતું હોય તો, તે દૃષ્ટાંત નો સ્વીકાર કરીને શાસ્ત્રોના મહાવાક્યોના અર્થ નો નિર્ણય કરવો, પણ, કુ-તાર્કિક-પણું (ખોટી રીતે તર્કો દોડાવીને) રાખીને,એવા ખોટા તર્કો થી અને અપવિત્ર વિકલ્પોથી, શાસ્ત્રોમાં બતાવેલ તથા તેમના અનુભવો નું ખંડન કરીને તેમના પુરુષાર્થ ને ધક્કો પહોંચાડવો નહિ.
વેદાંત-શાસ્ત્ર સંસાર નો ત્યાગ કરાવનારું છે, તેથી તેની વાતો "વેરી” (દુમન) ની વાતો જેવી અપ્રિય લાગે છે. બીજાં (અમુક) શાસ્ત્રો પ્રપંચ (સંસાર) માં પ્રવૃત્તિ કરવાનારાં હોઈ તેમની વાતો મીઠી લાગે છે. પરંતુ, હે,રામ, તો અમે નિશ્ચય કર્યો છે કે-વેરી (દુમન) ની વાત પણ, જો, “વિચાર થી (બ્રહ્મ નો) અનુભવ કરાવનારી હોય” તો તેનો સ્વીકાર કરવો-અને સ્ત્રીની (મોહક વ્યક્તિની) વાત પણ, જો “વેદોક્ત પુરુષાર્થ ને ભ્રષ્ટ કરનારી હોય” તો તેને બકવાદ-રૂપ (વ્યર્થ) જ સમજવી.
હે,રામ,અમારી બુદ્ધિ (વાત કે સિદ્ધાંત) એવી છે કે-જે- જીવન-મુક્તિ (શુભ) આપનાર છે. અને તેથી તે (અમારી) બુદ્ધિથી “અપરોક્ષ અનુભવ” કરવાનારો પરમ પુરુષાર્થ મળે ,એવી, સઘળાં અધ્યાત્મ-શાસ્ત્રો ની “એક-વાક્યતા” અહીં કહી છે. માટે,વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ થયેલાં બીજા શાસ્ત્રો થી જે બની શકે નહિ, તેવો,અપરોક્ષ-અનુભવ (સાક્ષાત્કાર) કરાવનારો પરમ પુરુષાર્થ એ જ, અમારા (આ) મતમાં “પ્રમાણ” (સિદ્ધાંત) છે.
(૧૯) દષ્ટાંતો નો અર્થ અને પરમતત્વ નું શોધન
વશિષ્ઠ કહે છે કે-જે અંશ નું વિશેષ કરીને પ્રતિપાદન કરવું હોય, તે “અંશ” થી જ ઉપમાનો માં (જેની ઉપમા આપવામાં આવે છે તેનું) સરખાપણું લેવામાં આવે છે.પણ જો,