________________
49
તેમ,વેદાંત-શાસ્ત્ર ને જાણનાર અને આત્મ-તત્વ નો સાક્ષાત્કાર કરનાર વિદ્વાન ને, ચિંતા ઓ બાળી શકતી નથી. અને આધિ-વ્યાધિ-રૂપી,અને સંસાર-રૂપી,પવન ગમે તેટલા જોરથી વાતો હોય પણ, તત્વ-વેતા પુરુષ તેની સામે એક અડગ-ખડક ની જેમ ઉભો રહે છે ને તેનાથી ભાગતો નથી.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તેથી બુદ્ધિમાન પુરુષે,માટે"તત્વ” જાણવા માટે શાસ્ત્રોમાં પ્રવિણ, ઉત્તમ ચિત્ત-વાળા અને આત્મ-જ્ઞાનીને પ્રસન્ન કરીને –સ્નેહ-પૂર્વક પૂછવું.તથા, જેમ,રંગના પાણીમાં રંગવા નાખેલું વસ્ત્ર,તે કેસરિયા રંગ ને પકડે છે, તેમ તે બુદ્ધિમાન,ઉપદેશક ના વચનને યત્ન-પૂર્વક પકડવું.અને તે પ્રમાણે –તે રસ્તે જ ચાલવું.
જે મનુષ્ય,પ્રથમ “વક્તા” ના વ્યવહાર પરથી,”તે વક્તા તત્વ ને જાણે છે કે નહિ” એનો નિશ્ચય કર્યા પછી,જ,તે તત્વવેતાને પૂછે છે તેને મોટી (ઉત્તમ) બુદ્ધિવાળો જાણવો. વકતાની પરીક્ષા વગર જ તેને પૂછે તે અધમ છે, અને પછી,જો,ઉત્તમ તત્વવેતા મળે અને જે વચન કહે, તે, ઉત્તમ તત્વવેતા ના વચન મુજબ જો કોઈ મનુષ્ય ના ચાલે તો તે પણ અધમ છે. અને તેને તત્વજ્ઞાન-રૂપ મોટો પદાર્થ મળતો નથી.
સામે તત્વ-વેતાઓએ પણ –જે મનુષ્ય કહેલી વાત નો અને ના-કહેલી વાતનો પણ નિશ્ચય કરવા માટે સમર્થ અને બુદ્ધિવાળો હોય અને જે આનંદિત હોય તેને જ તત્વ ના પ્રશ્ન નો ઉત્તર આપવો જોઈએ. પણ જે મનુષ્ય અધમ અને પશુ જેવો જ હોય તેને ઉત્તર આપવો નહિ. પૂછનાર મનુષ્ય પ્રમાણ-સિદ્ધ વિષયને સમજવા યોગ્ય છે કે નહિ, તેને સમજ્યા-વિચાર્યા વિના - જજે વક્તા(તત્વ-વેતા) તેને તત્વ વિશેનો ઉત્તર આપે છે-તેને વિદ્વાનો અત્યંત મૂઢ (મૂર્ખ) કહે છે.
હે,રઘુનંદન,તમે પૂછનારા ના જે સદગુણો હોય છે, તેનાથી પૂર્ણ અને વખાણવા યોગ્ય (શ્રોતા) છો, અને હું પણ યથાર્થ (વક્તા-તરીકે) કહી જાણું છું. તો આપણા માટે આ “યોગ” એ “યોગ્ય” છે. માટે હું જે વાત કહું છું તે યથાર્થ જ છે તેવો નિશ્ચય રાખી ને તમારે તે વાતને હૃદયમાં ધારણ કરી રાખવી. અને જો તેમ ના કરવું હોય તો તમારે મને (ખાલી-મફતનું પૂછવું જ નહિ.
હે, રામ,સાચું એ છે કે આ મન બહુ ચપળ છે અને આ સંસાર-રૂપી “વન” ના વાંદરા-રૂપ છે. માટે તેને પ્રયત્ન થી વશ કરી પરમાત્મ નું વ્યાખ્યાન સાંભળવું, અને, જે માણસો અવિવેકી, જ્ઞાન-રહિત,તથા દુઃસંગ માં રુચિવાળા હોય તેમને અત્યંત દૂર રાખવા,અને, મહાત્માઓને માન આપવું, તેમના સમાગમમાં (સત્સંગમાં) આવવાથી વિવેક ઉત્પન્ન થાય છે.
“શમ,વિચાર,સંતોષ અને સત્સંગ” એ ચાર મોક્ષના દ્વારના દ્વારપાળ કહેવાય છે.માટે, આ ચારેયનું,કે આ ચારમાંથી એકનું પણ જો યત્ન પૂર્વક સેવન કરવામાં આપત્તિઓનું આવે, તો, બાકીના ત્રણ એની મેળે વશ થાય છે.અને મોક્ષ રૂપી રાજમહેલ નું બારણું ઉઘાડી નાખે છે.
હે,રામ, જ્ઞાનની આ કથા તમારે એકાગ્રતાથી સાંભળવી અને સમજવી જોઈએ.પછી, વૈરાગ્ય અને અભ્યાસ ના યોગથી, તમે કદી નાશ ના થનાર સમતા,સૌજન્ય-વગેરે સંપત્તિઓ મેળવો, જરાક સંસ્કાર-વાળી બુદ્ધિથી પણ આ શાસ્ત્રોનો વિચાર કરવમાં આવે તો, તેથી મનુષ્યની મૂર્ખતા નો નાશ થાય છે.આ સંસાર (રૂપી ઝેરી ઝાડ) આપત્તિઓનું મુખ્ય સ્થાન છે,અને અજ્ઞાનીઓને “મોહ” ઉપજાવે છે, એટલે માટે યત્ન કરી ને તે અજ્ઞાનનો નાશ કરવો જોઈએ.
જેમાં આકાશમાં વાદળાં ના હોવાને લીધે, સંપૂર્ણ નિર્મળ ચંદ્ર ને જોઈને મનુષ્યની દૃષ્ટિ પ્રફુલ્લિત થાય છે,