________________
જે મનુષ્ય સારો પુરુષાર્થ કરે તેને સારું ફળ મળે અને જે નઠારો પુરુષાર્થ કરે તેને નઠારું ફળ મળે છે.
જે પુરુષ,”પ્રત્યક્ષ-પ્રમાણ-રૂપી” પુરુષાર્થ ને (એટલે કે જે પુરુષાર્થ પ્રત્યક્ષ હાજર છે-તેને) છોડી ને, માત્ર “અનુમાન-રૂપે” રહેલા દૈવ (પ્રારબ્ધ) પર જ આધાર રાખી ને બેસે છે તે મૂઢ (મૂર્ખ) છે. એટલે- “મને મારું ભાગ્ય (પ્રારબ્ધ) પ્રેરણા કરે છે” આમ માનનારા મનુષ્યો મૂર્ખ જ છે.
આવા મૂર્ખ મનુષ્યો,શાસ્ત્રમાં કહેલા શ્રવણ,મનન –વગેરે દ્વારા પરમાર્થ-રૂપી આત્મ-તત્વ નો મન માં વિચાર સુધ્ધાં કરતા નથી,પણ માત્ર વિષય-ભોગો જ ભોગવવાની ઈચ્છા રાખે છે,
તેમને ધિક્કાર છે.
વિષયોમાં થી સુખ મળતું નથી,માટે વિષયો નું સંપાદન કરવાના પ્રયત્ન કરવાને બદલે, આત્મ-તત્વ સંપાદન કરવા માટે કરવો પડતો પુરુષાર્થ (સાધનો,શાસ્ત્રો,સત્સંગ,સદાચાર-વગેરે) જ સફળ નીવડે છે.પુરુષાર્થ નું સત્ય સ્વ-રૂપ પણ તે જ છે.
બાળપણ રમતમાં વીતી જાય છે,પણ જુવાની આવે ત્યારથી,મનુષ્યે સત્સંગ કરીને તથા, શાસ્ત્રોમાં આવતા પદો તથા તેના અર્થ થી પોતાની બુદ્ધિ ને શુદ્ધ કરીને,ગુણ અને દોષો નો (શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે?) વિચાર કરવો જોઈએ.
(૬) દૈવ (પ્રારબ્ધ) ની દુર્બળતા અને પુરુષાર્થ ની સબળતા
વસિષ્ઠ કહે છે કે-આવાં કારણો ને લીધે,પૂર્વ જન્મ ના પુરુષાર્થથી દૈવ (પ્રારબ્ધ) ને જુદું ગણવું નહિ. મનુષ્ય “હું સ્વતંત્ર નથી પણ દૈવ ને આધીન છું” એવી “ભાગ્ય” ની વિચારસરણી નો ત્યાગ કરી, સત્સંગ (ગુરૂ-વગેરે) અને ઉત્તમ એવા શાસ્ત્ર-ગ્રંથો વાંચી ને “બળ-પૂર્વક” પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ.
આ પ્રમાણે નો જે પુરુષાર્થ છે તેને જ દૈવ (પ્રારબ્ધ) કહો.
દૈવ બીજી કોઈ વસ્તુ નથી પણ પૂર્વજન્મમાં કરેલાં કર્મો (પુરુષાર્થ) એ જ દૈવ છે.
જેમ, પ્રબળ પુરુષ પોતાના બળથી નાનાં બાળકો ને કે તેનાથી ઓછા બળવાળા ને હરાવે છે,
તેમ, પુરુષ પોતાના પ્રબળ પુરુષાર્થ થી તે દૈવનો પરાજય કરી શકે છે.
જે લોકો દૈવ ને આધીન થઇને, તથા નજીવા લોભ માં લંપટ થઈને,દૈવ ને જીતવા માટે નો પ્રયત્ન કરતા નથી,તેઓ ને દીન અને મૂર્ખ જ સમજવા જોઈએ.
આપણે પુરુષાર્થથી કર્મ કરીએ પણ જો તેનું ફળ નાશ પામ્યું હોય તો (એટલે કે તેનું ફળ ના મળે તો) તેમાં પોતાના કાર્ય ને નાશ કરનારા,સામે-વાળા (બીજા) પુરુષ નો પુરુષાર્થ વધારે પ્રબળ છે તેમ સમજવું.
સમર્થ મનુષ્યોમાં પણ જે મનુષ્ય વધારે બળવાન હોય,તે બીજાઓનો અધિષ્ઠાતા બનીને,
તેમના પર સત્તા ચલાવે છે,એ વાત જાણીતી છે,એટલે “દૈવ” (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ. કોઈ વખતે -પૂર્વ જન્મ માં કરેલો પુરુષાર્થ- નો- આ જન્મમાં કરેલા પુરુષાર્થ- થી નાશ થાય છે,તો, કોઈ વખતે તેનાથી ઉલટું,પૂર્વજન્મ નો પુરુષાર્થ આ જન્મ ના પુરુષાર્થ નો નાશ કરે છે.
એટલે તેમાં સર્વદા પુરુષાર્થ (પ્રયત્ન) એ જ બળવાન છે.
માટે ઉત્સાહ થી પ્રયત્ન કરનારો મનુષ્ય જ વિજયી થાય છે.
આ જન્મ નો પુરુષાર્થ એ “પ્રત્યક્ષ” હોવાથી તેને જેવો બળવાન બનાવવો હોય તેવો તે બની શકે છે.
41