________________
વળી તેમણે રામની દશા પણ વર્ણવી.
ત્યારે વિશ્વામિત્રે રામજી ને સભામાં બોલાવી તેમની મનો-વ્યથા નું કારણ પૂછ્યું.
ત્યારે શ્રી રામ પોતાના સંસાર પ્રત્યે અરુચિ ધરાવતા મન ની દશાનું વર્ણન કરતાં કહે છે કે
આ સંસારમાં કોઈ પણ વસ્તુ અવિનાશી ને આનંદદાયક નથી. બાળપણ,જુવાની,વૃદ્ધત્વ અવસ્થાઓ અને ધન,ભોગ વગેરે પદાર્થો માં પણ કોઈ સ્થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોહિત થઇ ને, તેમાં જ જન્મ ગુમાવી દઈ આત્મ ચિંતન માં લક્ષ્ય આપતા નથી. આ સર્વ નું કારણ આપણી વાસના જ છે.
અને તે વાસના થી હું મુક્ત થવા ઈચ્છું છું.
પછી સભામાં બેઠેલા વશિષ્ઠ,વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ ઉપસ્થિત હતા તેમને પ્રાર્થના કરી કે
આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોક-સાગર થી પાર ઉતરી શકું.
ત્યારે વિશ્વામિત્રે,વશિષ્ઠજી ને કહ્યું કે
આપ શ્રી રામ ને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાન-રૂપી અંધકાર દૂર થાય. આથી વશિષ્ઠજી એ રામચંદ્રજી ને આ “યોગવાશિષ્ઠ-મહારામાયણ" શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો.
કે જેનું વર્ણન વાલ્મીકિ જી એ આ સંક્ષિપ્તમાં “યોગવાશિષ્ઠ” ના નામે ઓળખાતા આ ગ્રંથ માં કર્યું છે.
4