________________
શા માટે પોતાની પાસે રહેનાર ચંડાળ ને અનુસરી ને નથી રહેતો?
(એટલે કે મનુષ્ય ચંડાળ ને અનુસરતો નથી અને ચંડાળ જેવા ચિત્ત ને અનુસરીને રહે છે)
માટે તમે નિત્ય “ચિત્ત-રૂપી-ચંડાળ” નો અનાદર કરો.અને
માટીની બનાવેલ પ્રતિમા ની જેમ સ્વસ્થ અને શંકા-રહિત થઈને રહો.
ચિત્ત છે જ નહિ-અથવા તો જો તે છે તો તે મૃત-રૂપ (મરેલું) છે એવો નિશ્ચય કરીને રહો.
વિચાર કરવાથી-સમજાશે કે ચિત્ત છે જ નહિ માટે તમે તત્વતઃ ચિત્ત-રહિત છો તો શા માટે ખેદ પામો છો? ચિત્ત નો દુરથી ત્યાગ કરી દો,અને જે "સ્વ"-રૂપે તમે છો એ "સ્વ" રૂપે સ્થિર થાઓ-અને પરમ યુક્તિ વડે-ભાવના થી મુક્ત થઈને તમે રહો.
ચિત્ત અસત્ય છતાં સત્ય લાગે તેવું છે,જે મનુષ્યો તેને અનુસરીને રહે છે,
તેઓ તો આકાશ ને મારવાના કામમાં લાગેલા મૂઢ મનુષ્યો જેવા છે.તેમને ધિક્કાર હો.
માટે તમે પ્રથમ તત્વ-બોધ થી નિર્મળ આત્મા-વાળા થઈને સંસાર ના પાર ને પામી રહો.
મેં મન-રૂપી તત્વ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો,તો પણ,
મારા નિર્મળ આત્મામાં “મન-રૂપી મેલ” ની મને કદી પ્રાપ્તિ થતી નથી.
(૧૨૨) જ્ઞાન-ભૂમિના ઉદય નો ક્રમ
વશિષ્ઠ કહે છે કે-હે રામ જગતમાં પ્રથમ જન્મ થતાંની સાથે જ
પુરુષે પોતાની વિકાસ-વાળી બુદ્ધિ થી,સત્સંગ-પરાયણ થઈને રહેવું.
અવિદ્યા ની નદીમાં તણાતો મનુષ્ય-શાસ્ત્ર તથા સત્સંગ વિના તરવાને સમર્થ થતો નથી.
શાસ્ત્રો અને સત્સંગ થી થતા “વિવેક” ને લીધે
“અમુક વસ્તુ નું ગ્રહણ કરવું જોઈએ અને અમુક વસ્તુ નો ત્યાગ કરવો જોઈએ" એવો વિચાર પુરુષને થાય છે,તેથી તે પુરુષ “શુભેચ્છા” નામની જ્ઞાનની પહલી ભૂમિકા ને પ્રાપ્ત થાય છે. ને ત્યાર પછી અધિક વિવેક ને લીધે તેને “વિચારણા” નામની જ્ઞાનની બીજી ભૂમિકા પ્રાપ્ત થાય છે.
એના બાદ,સારા જ્ઞાનને લીધે,વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી,
તે પુરુષનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે,
આથી તે “તનુમાનસા” નામની જ્ઞાનની ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થાય છે.
જયારે તેવા યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે “સત્વાપત્તિ ભૂમિકા ને પ્રાપ્ત થાય છે. એ ભૂમિકા માં આવ્યા પછી,જયારે વાસનામાં ન્યૂનતાથાય છે ત્યારે તે “અસંસક્ત” કહેવાય છે. અને તેથી કર્મ-ફળ વડે તેને બંધન થતું નથી.
આ પ્રમાણે-વાસના ન્યૂન થવાથી-અસંસક્તિ –ને લીધે-અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી,તે મનુષ્ય સમાધિમાં હોય,વ્યવહાર કરતો હોય કે-અસત્ય સંસાર ની વસ્તુમાં રહેલો હોય-છતાં પણ(આત્મામાં મન ઓછું થવાથી-અને નિરંતર અભ્યાસ ને લીધે) તેમાં તેની વાસના હોતી નથી. તે સંસારિક વસ્તુઓને દેખતો જ નથી,તેનું સ્મરણ કરતો નથી,કે તેનું સેવન કરતો નથી. પણ,સૂઈને ઉઠેલા બાળક ની પેઠે-સ્નાન-ભોજન વગેરે “કર્તવ્ય-કર્મ” કરે છે.
તેવા મનુષ્ય નું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મ-રસ માં લીન થઇ ગયેલું હોવાથી, "પદાર્થ-ભાવની” નામની જ્ઞાન ની છઠ્ઠી ભૂમિકા માં આવે છે.
252