________________
242
એટલે તે પછી તે યજ્ઞ નું સંપૂર્ણ ફળ (યજ્ઞ કરવાનું દુઃખ-એટલે અહીં કહેલ ચંડાળ-દશા) તેને મળ્યું.
(નોંધ-આગળ આવે છે કે-રાજસૂય યજ્ઞ કરનારને ૧૨ વર્ષ સુધી મોટું દુઃખ ભોગવવું પડે છે. અને માનસિક રાજસૂય યજ્ઞ કરનારને તે શારીરિક યજ્ઞ કરનારથી પાંચ ગણું દુઃખ ભોગવવું પડે છે, એટલે લવણ-રાજાને ૬૦ વર્ષ સુધી ચંડાળ-દશાનું દુઃખ ભોગવું પડ્યું-એમ કહેવા નો ઉદ્દેશ છે)
હે,રામ,આમ, મન છે તે જ સુખ-દુઃખ ને ભોગવનાર છે તેમ તમે સમજો. અને તે મન ને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો. આ મન જો આત્મા નું અવલંબન કરીને રહે છે તો તે,સપૂર્ણ થાય છે.પણ, જો તે નાશાત્મક-દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો તેનો નાશ થાય છે. માટે જો મનમાં “હું દેહ છું” એવો નિશ્ચય હોય તો તેનો ત્યાગ કરો. રામ,આ પ્રમાણે, સાર-અસાર-વિવેક વાળા ચિત્ત ને જયારે સત્ય-જ્ઞાન થાય છે, એટલે તે બ્રહ્મ-બુદ્ધિ વાળા મનુષ્યના સર્વ દુઃખ નો મૂળ સહિત નાશ થઇ જાય છે.
(૧૧) યોગ-ભમિકા કહેવાનો પ્રારંભ
રામ કહે છે કે-હે,બ્રહ્મન,લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર ની માયામાં ચંડાળ-દશાનું દુઃખ ભોગવવું પડ્યું,તે રાજસૂય યજ્ઞના નિમિત્ત નું ફળ છે,એમ તમે જે કહ્યું તેનું શું પ્રમાણ છે?
વશિષ્ઠ કહે છે કે-જયારે ઇન્દ્રજાળ કરનાર તે મનુષ્ય સભામાં આવ્યો ત્યારે હું ત્યાં હાજર હતો. અને મેં તે પ્રત્યક્ષ જોયું છે.
લવણ-રાજાએ જયારે પોતાની ચંડાળ-દશાનું વર્ણન કરી રહ્યા ત્યારે, તે ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય અચાનક ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે રાજાએ મને પૂછ્યું કેમારે આ ચંડાળ-દશાનો અનુભવ કરવો પડ્યો તેનું શું કારણ છે? ત્યારે સમાધિ દશામાં યોગ-બળ થી સઘળું નજરે જોઈને મેં તેને ઉત્તર આપ્યો કે
રાજસૂય યજ્ઞ કરનાર ને બાર વર્ષ સુધી આપત્તિ ભોગવવી પડે છે. અને તેમાં અનેક પ્રકારની વ્યથા રહેલી છે. એટલા માટે જ,આકાશમાં થી ઇન્દ્ર-દેવતાએ, એક દેવ-દૂતને તમને દુઃખ આપવા સારું,ગારુડિક (જાદુગર) ના વેશમાં મોકલ્યો હતો. અને તે દેવદુત તમને મહા-આપત્તિ નો અનુભવ કરાવ્યા પછી આકાશ-માર્ગે પાછો ચાલ્યો ગયો. હે, રામ,આ પ્રમાણે મેં તમને મેં મારી નજરે જોયેલું છે તે કહ્યું છે એટલે તેમાં કોઈ જ સંદેહ નથી.
મન છે તે જ વિલક્ષણ ક્રિયાઓને કરનાર અને ભોગવનાર છે. તડકામાં જેમ હિમ-કણ નો લય થાય છે, તેમ “મન-રૂપી-રત્ન” ને હઠયોગ થી ઘર્ષણ કરી, રાજયોગ થી તેનું શોધન(સ્વચ્છ) કરી,વિવેક વડે નિર્વિકલ્પ સમાધિમાં લય કરી,તમે પરમ કલ્યાણ પામશો. ચિત્ત છે એ જ સકળ ભૂતનો (મનુષ્યોનો) આડંબર કરનાર અવિદ્યા છે-એમ તમે સમજો. તે અવિદ્યા એ વિચિત્ર ઇન્દ્રજાળની જેમ તેનામાં રહેલી વાસના ના પરવશ-પણાથી,જગતને ઉત્પન્ન કરે છે.
જેવી રીતે વૃક્ષ અને તરુ-એ બે શબ્દના અર્થમાં કોઈ ભેદ નથી, તેવી રીતે,અવિદ્યા,ચિત્ત,જીવ,મન અને બુદ્ધિ-એ શબ્દમાં કોઈ ભેદ નથી. આ પ્રમાણે જાણી ને તમે ચિત્તને કલ્પના-રહિત કરો. ચિત્તના નિર્મળ-પણાથી,વિકલ્પથી ઉત્પન્ન થયેલા,દોષ-રૂપી અંધકારનો નાશ થશે.