________________
224
મન ની (માનસી) શક્તિથી જ (સ્વપ્ન ની પેઠે) ભ્રાંતિ થી ખોટી-ખોટી કલ્પનાઓ થાય છે. આ અવિદ્યા (અજ્ઞાન) એ મુશ્કેલી થી નાશ થાય તેવી છે.તે દુઃખ ને માટે જ વૃદ્ધિ પામી છે ને તે અવિદ્યા -જલ્દી જાણી ના શકાય તેવી છે.અને તે જ અવિદ્યા અસત જગતનો વિસ્તાર કરે છે.
દીર્ઘ કાળ ના સ્વપ્ન ની પેઠે,અવિદ્યાએ આ અસત જગત ને સત-રૂપ કલ્પેલું છે. જેમ,અનિર્મળ આંખોને ભાવના-માત્ર થી આકાશમાં બે ચંદ્ર દેખાય છે, તેમ,મન ને પણ ભાવના-માત્રથી,આત્મા (પરમાત્મા)માં જગતનું કર્તા-પણું દેખાય છે.
હે,રામ,સુર્ય જેમ પોતાના તાપથી બરફ ને ઓગળી નાખે છે, તેમ વિચારથી તમે અવિદ્યા નો લય કરો.
જ્યાં સુધી “તત્વ” જાણવામાં આવ્યું ના હોય ત્યાં સુધી તે અવિદ્યા અનર્થ નો વિસ્તાર કરે છે. જે વિવેકી,પોતાના મન ના નાશ નો ઉપાય શોધે છે. તેને તે સંકલ્પ.માત્ર થી તે મન પોતે જ પોતાના નાશનો) ઉપાય બતાવે છે..! એટલે કે તે પછી,વિવેક ના સંસ્કાર-વાળું મન પોતાના “સંકલ્પ-વિકલ્પ”ના અંશ નો ત્યાગ કરીને “આત્મ-જ્ઞાન” ઉત્પન્ન કરે છે.
મન ના નાશથી,સર્વ પુરુષાર્થ (મન ને નાશ કરવા નો પુરુષાર્થ) નો લાભ થતા,દુઃખ નો નાશ થાય છે. માટે મન કે જે બહિર (બહારના) વ્યાપારનો પ્રયત્ન કરે છે, તેને (મનના તે પ્રયત્ન ને) ત્યાગી ને –મન નો નાશ કરવાનો પ્રયત્ન કરો. કોઈથી પણ જલ્દીથી નાશ ના થઇ શકે તેવા આ સંસાર-રૂપી મહા-વન, સુખ-દુઃખ નાં ઘાટાં વૃક્ષો થી ઘેરાયેલું છે, અને તેમાં વિષમ-મૃત્યુ-રૂપી મોટા સર્પ રહેલા છે. વિવેક વગરનું “મન” જ આ સર્વ મહાન આપત્તિ ના કારણરૂપ છે.
(૧૦૩) અવિવેકી મનથી થતા અનર્થો નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જેમ,સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય છે, તેમ,પરમાત્મામાંથી ચિત્ત ઉત્પન્ન થયું છે. અને તે વૃદ્ધિ પામીને જગતનો વિસ્તાર કરે છે, તે ચિત્ત નાની (હ્રસ્વ) વસ્તુઓને મોટી (દીર્ધ) કરે છે, પોતાના-પણા ને અન્ય-પણું અને અને પોતે અન્ય-પણા ને પામે છે. જે વસ્તુ પ્રાદેશ (તર્જની અને અંગુઠા ને પહોળા કરવાથી જે પ્રમાણ થાય તે) માત્ર હોય, તેને પોતાની ભાવનાથી તે મોટા પર્વતના જેવી પ્રકાશમાન કરે છે.
આવી રીતે પરમાત્મામાં થી ઉત્પન્ન થયેલું મન,તે પરમાત્માની સત્તાથી “શક્તિ” મેળવી અને નિમિષમાત્રમાં (પલકારામાં) સંસાર કરે છે અને તેનો લય પણ કરે છે.
સ્થાવર તથા જંગમ જે જોવામાં આવે છે તે સર્વ ચિત્તમાંથી જ થયેલું છે. દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્ય-શક્તિ થી આકુળ થયેલું મન,નટ (નાટ્ય-કલાકાર) ની પેઠે, ચપળ-પણાથી એક વસ્તુના આકારમાંથી બીજા આકારને પામે છે.
તે મન,સત વસ્તુને અસત કરે છે,સત ને અસત -રૂપ કરે છે અને સુખ-દુઃખને ગ્રહણ કરે છે. ચંચળ મન જે સમયે જે પ્રમાણે જે કામ કરવાનો આરંભ કરે છે, તે સમયે હાથ-પગ વગેરે અવયવો પણ તે જ પ્રમાણે કામ કરવાનો આરંભ કરે છે. જેમ,જળ થી સિંચન થયેલી લતા (વેલો) સમય જતાં ફળ આપે છે, તેમ મન જેવી ક્રિયા કરે છે તેવું તેને ફળ મળે છે.