________________
205
જેમ,(અહંકાર ની પ્રાપ્તિ થી તે સત-રૂપ છે અને વિરોધ (અપ્રાપ્તિ)થી તે અસત-રૂપ છે, તેમ, મનનાં પણ,જડ(સંકલ્પ-રૂપ) અને અજડ (બૃહત) એમ બે રૂપો છે. મન-બ્રહ્મરૂપ હોય ત્યારે તે “અજડ” છે અને તે દય-રૂપ બને તો તે “જડ” છે.
જેવી રીતે જ્યાં સુધી સુવર્ણ નું ભાન હોય ત્યાં સુધી,તે કુંડળ નથી અને કુંડળ નું ભાન થયા પછી તે સુવર્ણ નથી,તેવી રીતે જ્યાં સુધી મન દૃશ્ય પદાર્થ (જગત) નો અનુભવ કરે ત્યાં સુધી તે “જડ” છે, અને તે જ મન જયારે સત-પદાર્થ નો અનુભવ કરે ત્યારે તે બ્રહ્મ-રૂપ (અજા) છે. બ્રહ્મ સર્વ સ્થળે વ્યાપક છે એટલે તે સર્વ-ચૈતન્ય-રૂપ (મન ના લીધે) જડ-રૂપ જણાય છે, પણ, ખરું જોતાં, તો મનુષ્ય થી આરંભીને,પર્વત સુધી જે કોઈ જડ પદાર્થ છે, તે જડ કે ચેતન-રૂપ પણ નથી.
પૃથ્વીમાં જે જે પદાર્થમાં ચૈતન્ય હોય છે, તેનો ચૈતન્ય-રૂપે અનુભવ થાય છે, અને જે જે પદાર્થ જડ હોય છે તેનો જડ-રૂપે અનુભવ થાય છે. લાકડાં વગેરે માં ચૈતન્ય નથી, એટલે તેની ચૈતન્ય-રૂપે પ્રાપ્તિ થતી નથી,કારણકે “સરખા-સંબંધથી જ પદાર્થ ની પ્રાપ્તિ થાય છે. પણ,જો ચૈતન્ય સર્વ-વ્યાપક છે-એટલે સર્વ ચેતન છે-એમ માનવામાં આવે તો સર્વ ચૈતન્ય-સ્વરૂપ જ છે. (લાકડા વગેરે પણ ચૈતન્ય-સ્વરૂપ છે-એટલે કે તે પણ ચેતન છે) જેવી રીતે રણ ની અંદર ઝાડ-વગેરે નથી, તેવી રીતે,પર-બ્રહ્મ ના અનિર્દેય પદમાં જડ-ચેતન કે શબ્દ-અર્થ –વગેરે નથી. ચિત્ત-માંના “ચૈતન્ય ની કલ્પના” (ભમ) ને મન કહે છે.અને તેમાં ચિદ(અજડ)-ભાગ અને જડ-ભાગ, એ બંને રહેલા છે. તેમાં જે જ્ઞાન છે તે ચિદ-ભાગ છે અને ચૈત્ય-પણું તે અજડ ભાગ છે. એવી રીતે (આમ) જીવ જગતની ભ્રાન્તિને જોઈને ચપળ-પણા (અજડ-પણા) ને પામે છે. ચિત્તમાં રહેલું,શુદ્ધ સ્વરૂપ (ચૈતન્ય) જ દૈત-પણાને પામેલું છે,
ચૈતન્ય પોતે,"અન્ય-પણા” (પોતે જુદો છે-તેમ) થી પોતાનું રૂપ (દ્રશ્ય કે જગત)જુએ છે, અને ચૈતન્ય માં વિભાગ નથી છતાં પણ પોતાનામાં વિભાગ કરીને ભ્રમ થી આતુર થઈને જાણે દૃશ્ય (જગત) બનીને ભૂમિ પર ભમે છે.ખરું જોતાં,ભ્રાંતિ તથા ભ્રાંતિ ને ભોગવનાર તે “પુરુષ” (ચૈતન્ય) નથી,પણ પરિપૂર્ણ-સમુદ્ર ની ઉપમા વાળું-તે “ચૈતન્ય” જ ભ્રાંતિ-રૂપે જણાય છે.અને તે ચૈતન્ય નું “જડ-રૂપ” છે. અને તે પણ ચૈતન્ય-રૂપ” જ છે કારણકે તે જડ-પણા માં –પણ આત્મા ના વ્યાપક-પણા થી ચૈતન્ય-પણું છે.
પદાર્થ માં “જ્ઞાન-ભાગ” છે તે-ચૈતન્ય છે અને તેમાં અહંતા થી,"જડ-પણા” નો ઉદય થાય છે. પણ જળથી જેમ તરંગ જુદા નથી, તેમ,પરમ-તત્વ (ચૈતન્ય) માં અહંતા વગેરે કંઈ છે જ નહિ. આદિ અને અંતમાં “અહંતા” જોવામાં આવતી નથી, પણ બંનેના વચમાં તે જોવામાં આવે છે.માટે, ઝાંઝવા ના જળ ની જેમ તે-છે અને નથી. જેવી રીતે શીતળતા એ ઘન રૂપ થવાથી,બરફ-રૂપે જણાય છે, તેવી રીતે વાસના વડે ઘન-રૂપ થયેલું,ચૈતન્ય નું સ્વરૂપ જ “અહંતા-રૂપે” જણાય છે, જેવી રીતે સ્વપ્નમાં પોતાનું મરણ ના થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે, તેવી રીતે,ચૈતન્ય પોતે જડ ના હોવા છતાં જડ-પણાનો અનુભવ કરે છે.
જેવી રીતે ત્રાંબાનું શોધન કરવાથી, તેમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય છે –તેવી રીતે ચિત્ત-રૂપી ત્રાંબાનું શોધન કરવાથી,”પરમ-અર્થ-રૂપી”સુવર્ણ-પણું પ્રાપ્ત થાય છે.અને ત્યારે અકૃત્રિમ આનંદ (પરમાનંદ) પ્રાપ્ત થાય છે.તો એવો પરમાનંદ થયા પછી,દેહ-રૂપી પથ્થરના કટકા નું શું કામ?
“જે છે અને જેની શોધ થાય છે” તેમાં બોધ (જ્ઞાન) જ ફળવાન છે (ફળ આપવાવાળું છે)