________________
દેહના સમૂહ ઉત્પન્ન થાય છે.પણ મન નો જ ક્ષય થાય તો દેહ થી કંઈ પણ કાર્ય થઇ શકતું નથી. આથી હે,રાજા,હું જે જે દિશામાં નજર નાખું છું ત્યાં ત્યાં હું આ સુંદર નયન-વાળી સ્ત્રી ને જ જોઉં છું.અને મારું મન આ પ્રિયા માં હોવાથી,હું નિત્ય આનંદમાં જ રહું છું,તમારા નગરનાં મનુષ્યો,કારભારીઓ અને તમે – મને જે જે દુઃખ આપો છો,તે તે દુઃખ હું થોડી વાર માટે પણ દેખતો નથી.
(૯૦) દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી.
સૂર્ય-દેવતા કહે છે કે-આ પ્રમાણે -જયારે-તે ઇન્દ્ર-બ્રાહ્મણે તે રાજાને કહ્યું ત્યારે તે રાજાએ,પોતાની પાસે ઉભેલા ભરત નામના મુનિ ને નીચે પ્રમાણે કહ્યું.
રાજા કહે છે કે-હે,ભરતમુનિ,મારી સ્ત્રી નું હરણ કરનાર આ દુષ્ટ આત્મા-વાળા આ બ્રાહ્મણ ના મુખ માં જરા પણ લજ્જા નથી.તેને તમે જુઓ,અને
આ બ્રાહ્મણે કરેલા પાપ (વ્યભિચાર) ને યોગ્ય એવો તેને શાપ આપો.
કારણકે જેનો વધ કરવો ના જોઈએ (બ્રાહ્મણ-વગેરે) તેનો વધ કરવાથી જે પાપ થાય છે તે જ પાપ જેનો વધ કરવો જોઈએ (વ્યભિચારી-વગેરે) તેનો વધ ના કરવાથી પણ થાય છે.
રાજાની વાત સાંભળીને મુનિ-શ્રેષ્ઠ ભરત-મુનિએ,વિચાર કરીને તે દુરાત્મા ને શાપ આપ્યો કેઆ સ્ત્રી એ પતિનો દ્રોહ કરનારી છે,અને આ ઇન્દ્ર એ વ્યભિચારી છે,માટે હે,દુર્બુદ્ધિ-વાળાં –તમારા બંને નો નાશ થાઓ. ત્યારે તે બંને એ રાજા ને મુનિ ને કહ્યું કે-તમે અને આ ભરત-મુનિ બંને દુર્મતિ છો કારણ કે —અમને જે શાપ દીધો તેથી તમારા તપનો ક્ષય થયો છે,કારણકે તમારા શાપથી અમને કંઈ પણ થશે નહિ,કદાપિ અમારા દેહનો નાશ થશે,તો પણ અમારા મન-રૂપી દેહનો નાશ થશે નહિ. મન સૂક્ષ્મ છે,ચૈતન્ય-રૂપ છે તથા અલક્ષ્ય છે.માટે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી.
સૂર્ય દેવતા –બ્રહ્મા ને કહે છે કે-પછી તે બંને નાં શરીર ક્ષય પામ્યાં,અને ત્યાર પછી,વિષયમાં દૃઢ આસક્તિ હોવાથી બંને નો મૃગ-યોનિ માં જન્મ થયો.મૃગ શરીરનો ત્યાગ કર્યા પછી,પક્ષી યોનિમાં જન્મ થયો,અને ત્યાર પછી એક બીજામાં સ્નેહ સંબંધ થી બંને નો મહા-પુણ્યવાન બ્રાહ્મણ ની યોનિમાં જન્મ થયો.
આ પ્રમાણે ભરત-મુનિનો શાપ તેમના શરીર નો નાશ કરવા માટે સમર્થ થયો પણ તેમના મનનો નિગ્રહ કરવાને માટે સમર્થ થઇ શક્યો નહિ.
(૯૧) સર્વ કંઈ મનનો વિલાસ-માત્ર છે
સૂર્ય-દેવતા,બ્રહ્મા ને કહે છે કે-હે,બ્રહ્મન.ઉપર પ્રમાણે ભરત-મુનિ નો શાપ – જેમ,ઇન્દ્ર અને અહલ્યા ના મનનો નિગ્રહ કે નાશ કરવા શક્તિમાન થયો નહિ, તેમ,તે “ઇન્દુ-બ્રાહ્મણ” ના પુત્રો ની મનોમય-સૃષ્ટિ નો તમારાથી નાશ થાય તેમ નથી. વળી,તમારા જેવા મહાત્માઓએ,તે નાશ કરવો પણ જોઈએ નહિ. હે,નાથ,આ વિવિધ પ્રકારના જગતમાં,મહાત્માને,“મેં કરેલો આ સર્ગ વૃથા છે” એમ દીનતા (શોક) પણ થતો નથી.
203
જે મન છે તે જ,જગતનો કર્તા છે,મન એ જ પુરુષ છે,અને જે રીતે મણિના પ્રતિબિંબ નો કોઈ દિવસ નાશ થતો નથી,તેવી રીતે મનથી જેનો નિશ્ચય થયેલો હોય તેનો, દ્રવ્ય,ઔષધિ કે દંડ થી પણ નાશ થતો નથી. માટે આ પ્રકાશ પામતા સર્ગ ભલે રહ્યા,અને તમે પણ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરો.
બુદ્ધિ-રૂપી આકાશ અનંત છે,ચિત્તાકાશ,ચિદાકાશ અને મહાકાશ –એ ત્રણ અનંત આકાશ છે,તેમાં ચિદાકાશ એ સર્વ નો પ્રકાશ કરનાર છે.માટે
હે,જગતના પતિ બ્રહ્મા,તમે એક,બે,ત્રણ કે બહુ,જેટલા તમારી ઈચ્છામાં આવે તેટલાં સર્ગ કરો.