________________
તે સર્વ આકાર-રૂપ છે.ને સર્વજ્ઞ હોવાથી સર્વ ને નિયમ માં રાખવા સમર્થ છે.
તે સર્વ ઠેકાણે રહે છે,તેમ જ સર્વ-રૂપ છે,તે આત્મા છે,અને તેનામાં સર્વ પ્રકારની "શક્તિ" રહેલી છે.
તેથી કોઈ સમયે તે અંતઃકરણ-રૂપી ઉપાધિમાં પ્રવેશ કરીને "ચિત્ત-શક્તિ" પ્રગટ કરે છે.
તે કોઈ સમયે શાંતિ રાખે છે,કોઈ સમયે "જડ-શક્તિ" ધારણ કરે છે,કોઈ સમયે "રાગ-લોભ ની પ્રવૃત્તિ" થી ઉલ્લાસ પ્રગટ કરે છે અને કોઈ સમયે કંઈ પણ પ્રગટ કરતુ નથી.
તે,જે ઠેકાણે,જે સમયે જેવા પદાર્થ ની ભાવના કરે છે તે ઠેકાણે,તે સમયે તે તેવા પદાર્થ ને જોઈ શકે છે. તેને સર્વ પ્રકારની શક્તિ હોવાથી,તે જેમ કલ્પના કરે છે તેમ થાય છે.
આ પ્રમાણે સ્વભાવથી જ શક્તિનાં જુદાંજુદાં રૂપ છે અને તે શક્તિ તે જ આત્મા છે.
શક્તિ અને શક્તિમાન (બ્રહ્મ) નો વિકલ્પ-એ વ્યવહાર માટે બુદ્ધિમાનો એ કલ્પ્યો છે.પણ, વસ્તુતઃ આત્મા ને વિષે કોઈ ભેદ નથી.શકિત અને શક્તિમાન બંને એક જ છે.
પણ,જેમ સમુદ્ર અને તેનાં મોજાં,સુવર્ણ અને તેનાં ઘરેણાંમાં દ્વૈત-પણું કલ્પિત છે,છતાં વસ્તુતઃ દ્વૈત-પણું નથી,તેમ,આત્મા ને વિષે કોઈ જ ભેદ નથી,માત્ર ભ્રાંતિથી જ ભેદ દેખાય છે.
જેમ, દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે,તે દોરીની અંદર પણ સર્પ નથી અને તેની ઉપર પણ સર્પ નથી, તેમ,જે આ જણાય છે-તે બહાર પણ નથી કે અંદર પણ નથી.
એ (બ્રહ્મ) એ સર્વાત્મા હોવાથી સર્વ-સાધારણ-રૂપ થી જુએ છે.જે આ બધું જોવામાં આવે છે-તે અવિકાર બ્રહ્મ-રૂપ જ છે.મિથ્યા જ્ઞાન-વાળાઓએશક્તિ અને શક્તિમાન નો ભેદ કલ્પ્યો છે.પણ પરમ અર્થ થી તે ભેદ નથી.
જે આ છે,તે બધું,સત્ હોય કે અસત્ હોય,પણ ચૈતન્ય પોતે જે સંકલ્પ કરે છે તથા જે અભિનિવેશ કરે છેતે-તે જોઈ શકે છે.અને જે છે તે સત-ચિત્ત અને બ્રહ્મ-રૂપ જ જણાય છે.
(૬૪) ભોકતા ને જીવ-પણું
વશિષ્ઠ કહે છે કે-પરમાત્મા સર્વ-વ્યાપી છે,મહેશ્વર છે,અને સ્વચ્છ છે.અનુભવ અને આનંદ-રૂપ તેનું સ્વરૂપ છે. તથા તે અનાદિ છે.તે શુદ્ધ ચૈતન્ય-રૂપી પરમાનંદ માંથી જીવ ઉત્પન્ન થાય છે,તેને ઉપાધિ (માયા) ના પ્રધાન-પણા થી ચિત્ત કહે છે.અને તે ચિત્ત થી જગત ઉત્પન્ન થયેલું છે.
રામ પૂછે છે કે-જેનું અનુભવ-રૂપ પ્રમાણ છે અને જેનો અખંડ-અદ્વિતીય પ્રકાશ છે,તે પરબ્રહ્મથી અલ્પ જીવ ની જુદી સત્તા કેમ છે? તે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મ ને વિષે દ્વૈત ની ખોટી પ્રતીતિ જણાય છે.પણ વસ્તુતઃ તે દ્વૈત-રહિત,સ્વચ્છ,આનંદ અને અવ્યય છે. વિદ્વાન માણસ ને પણ તે જાણવામાં આવતું નથી..
ઉપાધિ ના સ્વભાવથી -મોક્ષ પર્યત (સુધી) ઉત્પન્ન થતું જે સ્પંદન છે તેને "જીવ" કહે છે.
હે,રામ,જેમ,સમુદ્રનું તથા દિવાની જ્યોતનું જેમ કંઈક પણ સ્ફુરણ થયા જ કરે છે,તેમ બ્રહ્મનું જે કંઈ સ્ફુરણ છે તે "જીવ" છે તેમ સમજો.
શાંત-પણું મટી ગયા પછી સ્વચ્છ ચિદાકાશ નું જે સંવેદન-રૂપી સ્વાભાવિક સ્ફુરણ છે તે જીવનું સ્વરૂપ છે.
જેવી રીતે વાયુમાં ચલન-પણું,છે,અગ્નિમાં ઉષ્ણતા છે,અને હિમકણ માં શીતળતા છે,
તેવી રીતે જીવમાં જીવ-પણું મોક્ષ થતાં સુધી સ્વભાવથી જ રહે છે.
"ચૈતન્ય-રૂપી-આત્મ-તત્વ" નું "સ્વ-ભાવ" ને લીધે,સંવેદન થી જે સ્ફુરણ થાય છે તેને "જીવ" કહે છે.
164