________________
અષ્ટાવક્ર ગીતા. ટીકા. ચિંતા કરવાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે એવા નિશ્ચયથી જે માણસ ચિંતાનો ત્યાગ કરે છે તેને દુઃખ થતું નથી એટલું જ નહિ, પરંતુ તે ચિંતાના ત્યાગથી સદા સર્વદા સુખી રહે છે. ચિંતા રાખવી નહિ એમ કહેવાય છે, પરંતુ જ્ઞાનને એ ધર્મ છે કેચિંતા કરાવે, ત્યારે શું જ્ઞાન ન લેવું ? ના, એમ નહિ. અજ્ઞાની જનને ચિંતા ઉત્પન્ન જ થતી નથી એટલે તે સુખી અને સંતોષી રહે છે. અજ્ઞાનથી ચિંતા રહિતપણું હોય તે યોગ્ય નથી. એ તે જડ અવસ્થા કહેવાય. એ અવસ્થા ઈચ્છવા ગ્ય નથી. સંસારની બધી બાબતે સમજવી તેના ગુણગુણનો સાર જાણો અને પછી તેને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવો, એવી ચિંતારહિતતા છે તે જ સુખ અને સંતોષનું મૂળ છે. જેને સોનાની કિસ્મત નથી તે અને બાળક સોના માટે ચિંતારહિત રહે, એમાં કંઈ વિશેષતા નથી, પરંતુ જેને સેનાની કિસ્મત છે તે જ્યારે સમજથી સોના માટે ચિંતા ન કરે ત્યારે જ તે જ્ઞાની કહેવાય. ભોગવિલાસનું ભાન કે રસ ને આસ્વાદ રહિતઅજ્ઞાની તેને ત્યાગ કરે તે કંઈ મહત્વનું નથી, પરંતુ જેને તેનું ભાન અને આસ્વાદ સમજાયેલો છે અથવા જાણે છે, તે જ્યારે તેનો ત્યાગ કરે ત્યારે તે જ્ઞાની કહેવાય. સુખદુ:ખની સ્પૃહા ન રાખતાં જે પુરા આવી મળેલી વસ્તુમાં સંતુષ્ટ રહે છે, તે તેમ છતાં ત્યાગી કહેવાય છે.
नाहं देहो न मे देहो, बोधोहमिति निश्चयी। कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६ ॥
અર્થ. હું દેહ નથી, દેહ મારે નથી, હું તે બેધરૂપ છું, એવા નિશ્ચયવાળે પુરુષ કેવલ્યને પ્રાપ્ત કરી કૃત કે અકૃત કર્મોને સંભારતા જ નથી.
ટીકા. હું આ દેહરૂપ નથી અને આ દેહ છે તે મારે પણ નથી. હું તે કૈવલ્યને પ્રાપ્ત થયેલ બોધસ્વરૂપ છું, એવો નિશ્ચય જેને