SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અષ્ટાવક્ર ગીતા. અર્થ. ઈશ્વરજ સર્વને નિર્માતા છે બીજું કઈ નથી, એવા નિશ્ચયવાળો પુરુષ પોતાની સર્વે અંતર આશાઓ ગાળી નાંખી શાંત થાય છે ને જગતમાં કહિં પણ આસક્ત થતું નથી. પરમાત્મા ને જીવાત્મા. ટીકા. આગળ ધણીવાર કહેવાયું કે આત્મા એક છે, નિર્વિકાર છે અને અપરિચિત છે, તેમ છતાં અહિં ઈશ્વરને સર્વ નિર્માતા કહેવામાં કામ આવે છે? એવી શંકાના સમાધાનમાં કહે છે કે, ઈશ્વર સચ્ચિદાનંદ બ્રહ્મ તો એક જ છે, નિર્વિકારી છે, પરંતુ તેની સત્તાઓ કરીને-માયાને લીધે પરમાત્મા અને જીવાત્મા એવો ભેદ પડે છે. પરમાત્મા સર્વ શક્તિમાન હોવાથી તેની સત્તાએ માયા જગત ઉત્પન્ન કરે છે અને પરમાત્માના અંશસ્વરૂપ ચેતનથી શરીરાદિક અ૯૫ સત્તાવાન હોવાથી પોતપોતાનાં કામ કરે છે, તેથી કરીને સહજ બુદ્ધિવાળા લાકા જગત તથા જગતમાંની સર્વ વસ્તુઓને કત્તા તેને માને છે. કે તે પોતે તે અકજ છે અને અત્તજ રહે છે. આગળ લેહ અને ચુંબકનું દૃષ્ટાંત આપ્યું તેમ પરમાત્મા અને જીવાત્માની સત્તાઓ વડે કરીને કાર્ય થાય છે, તેમ છતાં તેમની અદ્વિતીયતાને બાધ આવતો નથી. બ્રહ્મ છે તે તા-નાનાस्मकप्रपंचाध्यासाधिष्टानत्वं ब्रह्मत्वं मेले सर्व नाभपात्मा પ્રપંચના અધિષ્ઠાનરૂપ તે બ્રહ્મ; અને વિદ્યા સાર્વત્તિઃ શા અવિદ્યાના કાર્યરહિત જે બ્રહ્મ તે શુદ્ધ બ્રહ્મ છે. અવિદ્યાના અંશવાળાં જે અંતઃકરણ તે અનેક છે ને તે અનેક ચેતનથી પ્રતિબિંબિત છે. આ બ્રહ્માંશરૂપ જે ચેતન તેના ત્રણ પ્રકાર છે. ૧ વિષયચેતન, ૨ પ્રમાણુચેતન અને ૩ પ્રમાતૃચેતન. આકાશ ઘટમઠાદિ ઉપાધિઓમાં નાના પ્રકારનું જણાય છે, તેમ ચેતન પણ વિવિધ અંતઃકરણેમાં વિવિધરૂપે દશ્યમાન થાય છે, પણ પરમાત્માને તેની સાથે કંઈ સંબંધ નથી; એમ જાણું હે જનક! આત્મસ્વરૂપને ઓળખ.
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy