________________
अध्याय ६ हो.
માયાનાં ખેલન. भावाभावविकारश्च, स्वभावादिति निश्चयी। निर्विकारो गतक्लेशः मुखेनैवोपशाम्यति ॥१॥
અર્થ. ભાવ અને અભાવને વિકાર સ્વભાવથીજ થાય છે એ નિશ્ચય કરનાર પુરુષ નિર્વિકાર અને ક્લેશરહિત થઈ સુખે કરીને ઉપરામ પામે છે.
ટીકા. અષ્ટાવક્રજી કહે છે કે–હે જનક! ચિત્તશાંતિ આત્મજ્ઞાનથી થાય છે, બીજા કશાથી થતી નથી. ભાવાભાવ એટલે સુક્ષ્મસ્થૂલ સંબંધી જેટલા વિકારે છે તે સ્વભાવથી જ થાય છે, અને તેનું કારણ માયાનું આવરણ છે. માયા જડ છે; તે પછી ચેતનના આશ્રય વગર તે વિકારેને કેવી રીતે ઉત્પન્ન કરે ? કુંભાર વગર ઘડે કંઈ મૃતિકામાંથી એની મેળેજ ઉત્પન્ન થતા નથી. આ શંકાના સમાધાનમાં કહે છે કે–અહિં માયાને લેહરૂપે અને ચુંબકપહાણને આત્મારૂપે લો. ચુંબક પિતે પ્રેરણા કરતું નથી, તે નિર્વિકારજ રહે છે, તેમ છતાં, લેહ જે જડ છે તેમાં વિકાર ઉત્પન્ન થઈ તે નાચવા માંડે છે. આ પ્રમાણે આત્મા ચેતન હોઈ નિર્વિકાર છે અને માયા જડ હેઈ ચેતનથી વિકારી બની જગતમાં નાના ખેલ ખેલે છે. આત્મા નિત્યને ચેતનસ્વરૂપ છે અને તેની સત્તાથી જડ એવી માયા વિકાર પામી શરીરાદિક જડને ઉત્પન્ન કરે છે. આત્માના ચેતનની સત્તા તેને કાર્ય કરાવે છે. આવો નિશ્ચય થતાંજ પુરુષ વગર પરિશ્રમે ઉપરામ પામી શાંત થાય છે.
ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चयी। સંતતિસર શાંતઃ મોપ ન કરે છે ૨ |