________________
અધ્યાય ૫ મો.
૭૫
ટીકા. આ વિશ્વ ત્રણ પદાર્થથી વ્યાપ્ત છે. એક આત્મા, બીજું અવિદ્યા ને ત્રીજું જગત, આત્મા છે તે સૂમ, સ્થૂલ અને કારણ શરીરથી ભિન્ન છે, તેમજ જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ, એ ત્રણ અવસ્થાનો આત્મા સાક્ષી છે. અનાદિ ભાવરૂપ અને આત્મજ્ઞાનથી અળગી અર્થાત અજ્ઞાનરૂપ અવિદ્યા છે અને સતત ચાલ્યા કરવારૂપ જગત છે. આમાં ચેતનરૂપ આત્મા છે તે જ સત્ય સચિદાનંદ સ્વરૂપ છે. અવિદ્યા અને જગત તો ત્યાજ્ય છે, માટે તેમને ત્યાગ એજ જ્ઞાનીને માટે હિતકર છે.
राज्यं सुताः कलत्राणि शरीराणि मुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥१४॥ .
અર્થ. રાજ્ય, પુત્ર, સ્ત્રીઓ, શરીર ને સુખ જેઓ સંસારાસક્ત છે તેમનાં નાશ પામેલાં છે અને તારાં પણ જન્મ જન્મમાં તે નાશ પામતાંજ રહેલાં છે ને રહેશે. જન્મદુ:ખની પરંપશે.
ટીકા. હે જનક! પુરૂ જન્માવલીઓમાં ફરતા રહેવાથી જન્મોજન્મ તેને શરીર પ્રાપ્ત થાય છે ને નાશ પામે છે. વળી એજ પ્રમાણે જન્મજન્મ તેને સ્ત્રીપુત્રાદિક પ્રાપ્ત થાય છે ને નાશ પામે છે. ભવિષ્યના જન્મોમાં પણ સંસારાસાને એમજ થવાનું, માટે તેને મોહ છોડી દેવા ને તૃષ્ણરહિત થવું. અહિં જગતને તેમાંના પદાર્થોને અસત્યને નાશ પામનારા કહ્યા, પરંતુ સાંખ્યવાળા તે જગતના પદાર્થોને નિત્ય માની એમ કહે છે કે–કારણ અને કાર્યો બેઉ સત્ય છે. મૃતિરૂપ કારણ સત્ય છે એટલે તેમાંથી ઘડો બને છે. જે ઘટ સૂક્ષ્મરૂપે મૃતિકામાં રહેલે ન હોત તો તેની ઉત્પત્તિજ થાત નહિ, માટે જેમ મૃતિ સત્ય છે તેમ ઘડે પણ સત્ય છે. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સૂતિકારૂપી કારણમાં ઘટ હો તો તેનો પ્રાદુર્ભાવ થયો. પ્રાદુર્ભાવ અને તિભાવ થવાને કારણુ તેમજ કાર્ય સત્ય હોય તેજ બને. આ મતની વિરુદ્ધ દષ્ટાંત લઈને કહેવામાં આવે છે કે, કારણ