________________
અષ્ટાવક્ર ગીતા. यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र धै। प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णा सुखी भव ॥ ११ ॥
અર્થ. જ્યાં જ્યાં તૃણું થાય છે ત્યાં ત્યાં જરૂર સંસાર છે, એમ જાણુ. પ્રઢ વૈરાગ્યને આશ્રય કરી તૃષ્ણરહિત થઈ સુખી થા.
ટીકા. તૃષ્ણ થઈ કે સંસાર ત્યાં ખડેજ છે, એમ નક્કી જાણવું માટે તૃષ્ણાનો ત્યાગ કરી પ્રૌઢ–અસાધારણ વૈરાગ્યને આશ્રય કરે. સખત વૈરાગ્યથી તૃષ્ણનો નાશ થશે, અને તૃષ્ણા નાશ પામતાં સુખી થવાશે, એમ અષ્ટાવક્ર કહે છે.
तृष्णा मात्रात्मको बंधस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तिनुष्टिमुहुर्मुहुः ।। १२ ॥
અર્થ. તૃષ્ણામાત્રાત્મક બંધ છે અને તેને (તૃષ્ણા) ત્યાગ તે મોક્ષ કહેવાય છે. અસંસક્ત થતાંવાતજ ફરી ફરીને પ્રાપ્તિ અને તુષ્ટિ પ્રાપ્ત થાય છે.
ટીકા. તૃષ્ણા તે બધ અને તેનો નાશ તે મોક્ષ. માણસ અશક્ત થાય છે, દાંત પડી જાય છે, માં અને આંખોમાંથી પાણી ગળે છે તથા પગ લથડિયાં ખાય છે તો પણ તૃષ્ણ જુવાન રહે છે, અને તેને સંસારપ્રતિ દેડાવે છે. તૃષ્ણા ત્યાગ બહુજ મુશ્કેલ છે. sort wા ન મુક્તિ રાંડ તૃણા મને છોડતી નથી, એમ કંટાળી ગયેલા વિદ્વાનોએ કહેલું છે. આવી ઝટ ન ત્યજાય એવી તૃષ્ણને ત્યાગ કર્યા વગર મુક્તિનો માર્ગ સરલ થતો નથી.
त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किचित्सा का बुभुत्सा तथापि ते ॥१३॥
અર્થ. તુંજ એક ચેતન અને શુદ્ધ છે; વિશ્વ તે જડ અને અસત્ છે, અવિદ્યા પણ કંઈજ નથી, તે તને શું જાણવાની ઈચ્છા થાય છે ?