________________
ર
અષ્ટાવક્ર ગીતા. वासना एव संसार इति सर्वा विमुंच ताः। तत्त्यागो वासना त्यागात् स्थितिरय यथातथा ॥८॥
અર્થ. વાસના એજ સંસાર છે માટે સર્વે વાસનાઓ છેડી દે એટલે તે ત્યાગજ છે, અને જે વાસનાઓને ત્યાગ થયે તેજ તું ગસ્થિતિને પ્રાપ્ત થઈશ.
ટીકા. વાસનાઓ સંસાર છે, વાસના વગર સંસાર નથી. મુખ્ય વાસનાઓ ત્રણ છે. એક સ્વર્ગ મેળવવાની, સુખભોગથી ભરેલું સ્વર્ગ છે એવી પરંપરાની માન્યતાથી પુરુષને સ્વર્ગકામના થાય છે. સ્વર્ગની કામનાવાળાએ યજ્ઞ એટલે કર્મ કરવાં જોઈએ. કર્મચારસીના ફેરામાં ફેરવનારાં છે, માટે સ્વર્ગ વાસના પણ મોક્ષાર્થીએ તજવી જોઈએ. બીજી યશવાસના છે તેમાં પુરુષને વિદ્યાભ્યાસાદિક પરિશ્રમે કરીને આલોકમાં ઉચ્ચપદ પામવાની અને યશસ્વી કહેવરાવવાની વાસના થાય છે, અને ત્રીજી વાસના શરીર-જીવવાની વાસના છે. એમાં પુરુષને સાંદર્યની અને દીર્ઘઆયુષ્ય ભોગવવાની વાસના થાય છે. અહિં એવી શંકા થાય છે કે–જેવી સ્વર્ગવાસના તેવાજ મુક્તિની વાસના કહેવાય; ત્યારે સર્વ વાસનાઓનો ત્યાગ કેમ સંભવે ? આના સમાધાનમાં વાસનાઓના બીજા બે ભેદ પાડવામાં આવે છે એટલે કે એક શુદ્ધ વાસના અને બીજી મલિન વાસના. શુદ્ધ વાસના કલ્યાણકારક હોવાથી જિજ્ઞાસુને માટે જરૂરની છે. એથી જન્મ મરણની વાંટીમાંથી ઉદ્ધાર કરવાનો માર્ગ–આત્મજ્ઞાનને પથ પકડાય છે અને બીજી મલિન વાસના છે, તે સ્ત્રી-પુત્રાદિકની સંસારના ફેરામાં ભટકાવનારી છે, માટે શુદ્ધ વાસના કરવી અને મલિન વાસનાને ત્યાગ કરો. જ્યારે પૂર્ણજ્ઞાન થાય છે ત્યારે જ બધી વાસનાઓ શાંત પડે છે.
विहाय वैरिणं काम अर्थ चानर्थसंकुलं । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ ९ ॥