________________
અધ્યાય ૫ મ. कृत्वा मूर्तिपारज्ञानं चैतन्यस्य न कि गुरुः । निर्वेदसमंतायुक्त्या यस्तारयति संमृतेः ॥ ६ ॥
અર્થ. વૈરાગ્ય, સમતા, અને યુક્તિદ્વારા ચૈતન્યની મૂર્તિના જ્ઞાનને જાણ જે પુરુષ સંસારથી પિતાને ઉદ્ધાર કરે છે, તે શું ગુરુ ન કહેવાય? જ્ઞાનીને ગુરુએ ન જોઈએ.
ટીકા. અષ્ટાવક્ર કહે છે કે–હે જનક ! આત્મજ્ઞાનને માટે ઉપદેશ કરનાર સદ્દગુરુ જોઈએ, એ વાત ખરી, પરંતુ ઉપદેશ પછી મનન, નિદિધ્યાસન વગેરે કરતાં જેને વૈરાગ્ય વ્યાપી પ્રપંચ મિથ્યા ભાસે છે, અને બ્રહ્માકાર ચિત્ત થઈ જાય છે, તેને ગુરુ જેવા ભેદનું પણ પ્રયોજન રહેતું નથી. ગુરુ અને શિષ્ય એ કંઠ આત્માકારતામાં ભેદ બતાવનાર છે, માટે જેને જ્ઞાન થયું છે તે જ પોતે પોતાને ગુરુ છે અને ગુરુની પણ જરૂર નથી. તમે તેવા જ્ઞાનને પ્રાપ્ત થયા છો એટલે તમને પણ ગુની જરૂર રહેતી નથી.
पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाबंधनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ।। ७ ॥
અર્થ. હે જનક ! ભૂતવિકારેને તું બરાબર ભૂતમાત્ર જોઈશ, તે જ ક્ષણે બંધમુક્ત થઈ સ્વસ્વરૂપમાં આવી જઈશ.
ટીકા. પંચ મહાભૂતના વિકારરૂપ દેહ અને ઇદ્રિ વગેરે છે તે, જ્યારે દેહ ઈદ્રિયરૂપ નહિ પરંતુ ભૂત-રૂપે એટલે જુદાં જુદાં સમજાય છે, ત્યારે તરતજ પુરુષ સ્વરૂપસ્થ થઈ જાય છે. ભૂતના વિકારરૂપ જગત છે અને જગત અસત્ય છે, એવું સમજતાંજ આત્મજ્ઞાન થઈ પરમાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. હે જનક! તારાં જે દેહાદિક છે તેને તું ભૂતમાત્ર જોઈ સ્વરૂપસ્થ થા.