________________
અષ્ટાવક્ર ગીતા. શિવગીતા ને અન્ય સ્થળે પુરાણોમાં જન્મજીવન દુઃખનાં વર્ણન કરેલાં છે, તેના શ્રવણથી અને જીવન દરમિયાન થતા કડવા અનુભવોથી જીવન અકારું થઈ જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને જે કાઈ સદ્દગુરુ મળી આવે તે વળી તેને શાંતિ પણ મળે છે. સંસાર સુખ દુઃખ અને કલેશથી ભરેલું છે, છતાં વિષયજાળમાં ગુંચવાઈ ગયેલો પુરુષ તેમાંથી છુટી શકતો નથી–જ્યારે કોઈને તેથી કંટાળો ઉપજે છે ત્યારે તે સ્ત્રી પુત્રાદિકનો ત્યાગ કરે છે. પણ કહ્યું છે કે પુરુષ લેહની બેડીમાંથી છુટે થઈ શકે છે, પરંતુ સ્ત્રીની મેહમય બેડીમાંથી છૂટી શકતો નથી.” પ્રેમબંધનમાંથી જીવ–મનુષ્યતર પ્રાણું છુટી શકતાં નથી, તે માનવીનું શું ગજું !! ભમરે કમળની નાજુકમાં નાજુક પાંદડીઓને છેદી બહાર નિકળી શકતો નથી ને અંદર ગુંગળાઈ મરણ શરણ થાય છે, જો કે તે કઠણમાં કઠણ વાંસ કેરી નાંખવાને સશક્ત છે. હે જનક! આ સંસારની વાસનાઓથી રહિત તો લાખે એકાદ જણું થઈ શકે છે અને જે થાય છે તે મોક્ષને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી નિવડે છે.
अनित्यं सर्वमेवेदं तापत्रयविदुषितं । असारं निंदितं हेयमिति निश्चित्य शाम्यति ॥३॥
અર્થ. આ સર્વ ( જગત) અનિત્ય છે, ત્રણ તાપથી ભરેલું છે, દૂષિત છે, અસાર છે, નિંદિત છે અને વળી તજવા ગ્ય છે, એ નિશ્ચય કરીને શાંત પડવું.
ટીકા. જેટલી વસ્તુ દષ્ટિએ પડે છે તે સઘળી અનિત્ય છે છ ચૈતન્યમાં અધ્યસ્ત હોવાથી નિત્યને ભ્રમ કરાવે છે. ત્રિતાપ-તાપત્રય એટલે કામ, ક્રોધ, લોભ, મેહ અને ઈર્ષાથી મનમાં જે ઉત્તાપ થાય છે, તે આધ્યાત્મિક તાપ કહેવાય છે, મનુષ્ય, પશુ, સર્પ અને વૃક્ષાદિથી જે દુઃખ થાય છે તે આધિભૌતિક અને યક્ષ, રાક્ષસ તથા