________________
અધ્યાય ૨ જે.
૪૧ છે. આત્મા તો અહંકારને સાક્ષી છે. આત્માને અહંકારનું કાર્ય જે કર્તવ તે નથી. સંસારી પ્રાકૃત જનેને તે વ્યવહારવાળો દેખાય છે તે તેમનું અજ્ઞાન છે.
આત્મા કંઈજ કરતો ભગવતો નથી, પરંતુ લોકને તે કરતા ભોગવતા જેવો લાગે છે; એમ અન્ય માનેલું અન્યને–અવરને લાગતું નથી. અજ્ઞાની લોક આત્માને વ્યવહાર કરતો અને ભાગ ભગવતે માને તેથી તે કર્તા ભોક્તા બની જતો નથી. આ બાબત સ્પષ્ટ કરતાં કહે છે ક–ટાઢના દિવસોમાં વાંદરાં ચણાઓ એકઠી કરી તેને પસાદયથી અગ્નિના ટારા ગણી ટોળે મળો તા પવા બેસે છે અને પાસે પાસે બેસવાથી ગરમી ઉત્પન્ન થઈ તેમને ચણાઠીઓ દેવતા જેવી અને ગરમી આપતી લાગે છે, તેમ તેને તેઓ અગ્નિરૂપ માને છે તેથી ચણાઓ કંઈ અગ્નિ થઈ જતી નથી, તેમ અજ્ઞાની લોકો આમાને કર્તાભોક્તા અને વ્યવહારમાં વર્તતા માને તેથી આમા કંદ કોંભાતા બની જ નથી.
વળી જીવિત હા એજ બંધ છે, પરંતુ આત્માને મરવા જીવવાપણું છેજ નહિ. મરવું જીવવું એ બે ધર્મો તો અંતઃકરણને છે અને આત્માને તો એ ઉપાધિ છેજ નહિ. તે તે ચિન્માત્ર સ્વરૂપ છે. જનકરાય પિતાને ચિન્માત્ર માની ઉપર્યુક્ત ધર્મો પિતાના નથી એવા નિશ્ચયથી આનંદસ્વરૂપમાં નિમગ્ન થઈ આ પ્રમાણે પિતાને આત્મા માની આશ્ચર્યના ઉદ્દગાર કાઢે છે.
अहो भुवनकल्लोलैर्विचिक् समुत्थितं । मप्यनन्त महांभोधौ चित्तवाते समुद्यते ॥ २३ ॥
અર્થ. અપાર સમુદ્રરૂપ મારામાં ચિત્તરૂપી વાયુને લીધે જગતમાંના વિચિત્ર રૂપ અનેક તરગે ઉત્પન્ન થાય છે (છતાં) તે એમના એમ પાછા સમાઈ જાય છે.