________________
અધ્યાય ૨ જે.
૩૭ કરવામાં આવે તે પ્રપચ સંબંધીની કલ્પનાઓ નાશ થઈ જઈ નિર્વિકલ્પનામાં સ્થિતિ થાય. માયા–મેહ જીવાત્માને એવો લાગે છે કે તે કેમે કર્યો મનથી છુટતો નથી. વાનરને માર પડે છે, મોટું દુઃખ થાય છે અને કોઈવાર મૃત્યુ પણ આવે છે તો પણ મેહથી ફળ લેવાને માટે તે ધસી ધસીને ઝાડે ચઢે છે, તેમ જીવાત્મા પોતે પ્રપંચનાં દુ:ખ અનુભવે છે, પ્રપંચ અને તેમાં દેખાતાં સુખો મિથ્યા છે એવું અંતરમાં સમજે છે, તેમ છતાં પણ માયાની મોહિનીથી વારંવાર તે તરફ દેડે છે અને હું કર્તા તથા ભક્તા છું એવા મિથ્યાભિમાનથી સંસારચક્રમાં ભખ્યા કર છે-માયાના આ માહથી પર હું આ દેખાતા જગતથી જુદો છું, બોધરૂપ છું એવા નિત્ય વિચાર કરવાથી પુપ મુક્ત થાય છે અન્યથા નહિ.
अहो मयि स्थितं विश्व. वस्तुतो न मयि स्थितं । न मे बंधोस्ति मोक्षो वा, भ्रांतिः शांता निराश्रया ॥१८॥
અર્થ. અહો! મન બંધ નથી અને મોક્ષે નથી તથા હું જે વિશ્વને મારામાં રહેલું માનું છું તે વાસ્તવ મારામાં રહેલું નથી, એમ સમજતાં) નિશ્રિત–આશ્રય રહિત થયેલી ભ્રાંતિ શાંત થઈ જાય છે. ૧૮
ટીકા. જનક કહે છે કે-હું મારામાં સંપૂર્ણ વિશ્વ રહેલું છે એમ માનું છું, પરંતુ વાસ્તવમાં તો કોઈ પણ કાળે તે મારામાં નથી એવો વિચાર કરવાથી મારી વિશ્વરૂપી ભ્રાંતિ શાંત પડી ગઈ અને હું મને પોતાને બંધ તથા મોક્ષથી રહિત માની બ્રહ્મસ્વરૂપાનંદમાં મગ્ન થઈ ગયે. અહિં બંધ નથી એમ તો કહેવાય પણ મેક્ષ નથી એમ કેમ કહેવાય ? એવી શંકાના સમાધાનમાં કહે છે કે-જે મેક્ષને આગળ કહ્યું તેમ વિચારજન્ય માનવામાં આવે તો તે પણ અનિત્ય અને નાશવાન બની જાય; કારણ કે વિચારથી પણ જો કોઈ વાતની ઉત્પત્તિ