________________
અષ્ટાવક્ર ગીત.
છે, છતાં સૂર્ય એકનો એકજ રહે છે, તેમજ ઘટભદિને યોગે આકાશ જુદે જુદે નામરૂપે ઓળખાવા છતાં પણ આકાશ છે તે તે એકનું એક અદ્વિતીય-અભિન્ન અખંડ એકજ રૂપે રહેલું છે તેમ નાના દે, આકારો, વસ્તુઓ વગેરે નામરૂપે જગતમાં રહેલાં સ્વરૂપ જુદે જુદે નામે ઓળખાય છે તેમ છતાં સર્વત્ર બ્રહ્મ તે એકનું એકજ હોય છે, તેમ દેહવાન એવા હું એક બ્રહ્મસ્વરૂપજ છું; કહિ જોતો આવતો નથી, અર્થાત્ હિલચાલ કરતા નથી તેમ છતાં જો આવતે અને હિલચાલ કરતો હોઉં એવા દેખાઉં છું છતાં સર્વત્ર વ્યાપીને વિશ્વમાં ઓતપ્રેત થઈ રહેલો છું તે હું (બ્રહ્મ) ખરેખર આશ્ચર્ય પામતો એવો મને પિતાને જ નમસ્કાર કરું છું.
अहो अहं नमो मां, दक्षो नास्तीह मत्समः । असंस्पृश्य शरीरेण, येन विश्वं चिरं धृतम् ॥ १३ ॥
અર્થ. શરીરવડે અસંસ્કૃશ્ય–ન સ્પર્શ થાય એ છતાં પણ જે વિશ્વન દીર્ધકાળ પર્વત ધારણ કરનાર એ જે હું, તેના જેવા ચતુર બીજો કોઈ પણ નથી એ મોટું આશ્ચર્ય છે અને તેમાં હું મને પોતાને નમસ્કાર કરું છું.
ટકા. આત્માની અદ્દભુત સત્તાના આનંદમાં નિમગ્ન થયેલા જનક રાજા કહે છે કે-જેમ અયકાંન લેહચુંબક પાતે લોખંડની સોયને અડતું-પર્શ કરતું નહિ હોવા છતાં પોતાની સત્તાથી તેને નચાવે છે તેમ આમાં દેહમાં રહેલું હોવા છતાં ઇન્દ્રિયાદિકનો સ્પર્શ રાખતો નથી તો પણ તેમની પાસે અનેક પ્રકારની હિલચાલો કરાવે છે અને જગતને દીર્ઘકાળ પર્યત ધારણ કરીને પિને અલગ અલગ રહે છે. આવા મારા જેવા ( આમસદસ્ય) બીજે કાણું દક્ષ ચતુર છે? અર્થાત કાઈ નહિ, જેથી કરીને અળગો રહેવા છતાં વિશ્વ નાના પ્રકારે નચાવનાર જે બ્રહ્મ તેને બ્રહ્મસ્વરૂપે અવે હું આશ્ચર્યથી નમસ્કાર કરું છું